...
- Advertisement -
HomeNEWSવિકાસ: ગુજરાતમાં પહેલીવાર શહેરી-વિસ્તારમાં બનશે સિક્સલેન રોડ, રંગીલા રાજકોટને મળશે 45 મી. પહોળા...

વિકાસ: ગુજરાતમાં પહેલીવાર શહેરી-વિસ્તારમાં બનશે સિક્સલેન રોડ, રંગીલા રાજકોટને મળશે 45 મી. પહોળા રસ્તાની ભેટ

- Advertisement -

વિકાસ: ગુજરાતમાં પહેલીવાર શહેરી-વિસ્તારમાં બનશે સિક્સલેન રોડ, રંગીલા રાજકોટને મળશે 45 મી. પહોળા રસ્તાની ભેટ

રાજકોટના શહેરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો આવશે ઉકેલ, રાજકોટ મનપા દ્વારા જલદીથી જ શરૂ કરવામાં આવશે સિક્સલેન રોડ બનાવવાની કામગીરી

Google News Follow Us Link

Development: For the first time in Gujarat, Sixlane Road will be built in an urban area, Rangeela Rajkot will get 45 m. The gift of a wide road

  • રાજકોટમાં રાજ્યનો પહેલોસિક્સલેન રોડ બનશે 
  • કેકેવી ચોકથી અવધ સુધી બનશે રોડ
  • રોડની પહોળાઇ 30થી વધારીને 45 કરાશે

વિકાસે તો વેગ પકડ્યો બાકી.. જ્યાં જુઓ ત્યાં ડેવલપમેન્ટના કામ થઇ રહ્યા છે. ન માત્ર અમદાવાદ પરંતુ દરેક મહાનગરોમાં કંઇકને કંઇ વિકાસના કાર્યોનું લોકાર્પણ થઇ રહ્યું છે. શહેરીજનોને સુવિધા આપવામાં સરકાર ક્યાંક કચાશ રાખવા માંગતી નથી. એટલે જ તો ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે તો કેટલા બધા વિકલ્પો ઉભા કરી દીધા. એએમટીએસ, બીઆરટીએસ, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન અને પાછુ ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ઓવરબ્રિજ નિર્માણ પામ્યા. ત્યારે રાજકોટમાં રાજ્યનો પહેલો સિક્સલેન રોડ બનાવાની જાહેરાત થઇ છે.

રાજકોટમાં રાજ્યનો પ્રથમ સિક્સલેન રોડ:

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે સૌરાષ્ટ્રનું દિલ જીતવામાં કોઇ કસર બાકી રાખવા માંગતુ નથી. વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ બાદ હવે રાજ્યનો પહેલો સિક્સલેન રોડ રાજકોટમાં બનાવા જઇ રહ્યો છે. રાજકોટમાં કેકેવી ચોકથી અવધ સુધી 45 મીટર પહોળો અને 5 કિલોમીટર લાંબો રોડ બનશે. જે માટે 120 મિલકતો કપાતમાં જશે.

NCB તરફથી ક્લિનચિટ મળ્યાં બાદ હવે નવા શો માટે અમેરિકા જશે આર્યન ખાન

ટ્રાફિકની સમસ્યાનું આવશે નિવારણ:

મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની છે. ત્યારે રાજકોટમાં પણ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સિક્સલેન રોડ બનાવવાનો નિર્ણય કરાયો છે. અહીં કેકેવી હોલથી મોટોમવા સુધી અને મોટા મવાથી કાલાવડ હાઇવેને જોડતા અવધ રોડ સુધી 5 કિ.મી.ના રોડને પહોળો કરાશે. આ રોડની હાલની પહોળાઇ 30 મીટર છે, જેમાં 15 મીટરનો વધારો કરી 45 મીટરનો એટલે કે સિક્સલેન જેવો બનાવાશે.

મિલકતધારકોને આપી છે નોટિસ:

રોડની પહોળાઇ વધારવા માટે કપાતમાં જતા મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી છે. વાંધા અરજી માટે સમય પણ આપવામાં આવ્યો છે. રોડની પહોળાઇ વધારવામાં લગભગ 120થી વધુ મિલકતો કપાતમાં થશે, જેને વૈકલ્પિક જગ્યા આપવી, વધારાની FSI આપવી અથવા રોકડ સહિત વળતરના ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે.મોટામવાનો રાજકોટ શહેરમાં સમાવેશ થતા હવે આ કામ રાજકોટ મનપા દ્વારા કરવામાં આવશે.  હાલમાં કેકેવી હોલ અને જડ્ડુસ હોટલ ચોક બ્રિજનું કામ ચાલી રહ્યું છે તે પૂર્ણ થયા પછી જ રોડની પહોળાઇ વધારવાનું કામ શરૂ કરવામાં આવશે.

નકલી નોટ પ્રકરણ: સુરેન્દ્રનગરના નકલી નોટ પ્રકરણમાં વધુ એકનું નામ ખુલ્યું, મુખ્ય સૂત્રધારે છ વખત નકલી નોટો શખ્સ પાસેથી મંગાવી હતી

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી 

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Commencement of Chotila Utsav-2024 – પ્રથમ દિવસે કલાકારોએ કલાના કામણથી લોકોને મંત્રમુગ્ધ કર્યા, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા

Commencement of Chotila Utsav-2024 - પ્રથમ દિવસે કલાકારોએ કલાના કામણથી લોકોને મંત્રમુગ્ધ કર્યા, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા Google News Follow Us Link પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે બે દિવસીય 'ચોટીલા ઉત્સવ-2024'નો આજરોજ પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ શર્મા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો. રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને જિલ્લા વહીવટી...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.