અગ્નિ સંસ્કારથી ઉડતી રાખ જોખમી

Photo of author

By SOHAM 24 NEWS

અગ્નિ સંસ્કારથી ઉડતી રાખ જોખમી

  • સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તમાન સમયે કોરોનાને કારણે અનેક માણસો મોતને ભેટી રહ્યા છે.
  • દરરોજ આશરે 10 થી 12 મૃતકના કોરોનાની ગાઇડ લાઇન મુજબ અગ્નિ સંસ્કાર ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં કરવામાં આવે છે.
અગ્નિ સંસ્કારથી ઉડતી રાખ જોખમી
અગ્નિ સંસ્કારથી ઉડતી રાખ જોખમી

સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તમાન સમયે કોરોનાને કારણે અનેક માણસો મોતને ભેટી રહ્યા છે. જેમાં સુરેન્દ્રનગરની હૉસ્પિટલમાં એડમિટ કોરોનાના મૃતકના અગ્નિ સંસ્કાર સુરેન્દ્રનગર નદી કાંઠે આવેલા સ્મશાનમાં કરવામાં આવે છે. દરરોજ આશરે 10 થી 12 મૃતકના કોરોનાની ગાઇડ લાઇન મુજબ અગ્નિ સંસ્કાર ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં કરવામાં આવે છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા નવા બેરીકેટ મંગાવવામાં આવ્યા

વોર્ડ નંબર-8ના સદસ્ય વિશાલભાઈ જાદવ, જયાબેન કાવેઠિયા, રેખાબેન દેત્રોજાએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરીને એવું જણાવેલ છે કે ઇલેક્ટ્રીક ભઠ્ઠીનું ભૂંગળું છે તે ખૂબ નીચું છે, જેના કારણે કોઇના અગ્નિ સંસ્કાર કરવામાં આવે ત્યારે તેની રાખ આંબેડકરનગર-1, કુંભારપરા અને શારદા વિજય સોસાયટીમાં રહેતા લોકોના ઘરમાં પડે છે. જેને લઇને રહીશોના આરોગ્ય ઉપર ખતરો તોળાઇ રહ્યો છે. આથી ઇલેક્ટ્રીક ભઠ્ઠીનું ભૂંગળું ઊંચું કરવાની માંગ કરી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં સંયુક્ત નગરપાલિકામાં આવેલી આધાર કાર્ડની ઓફિસની કામગીરી બંધ

વધુ સમાચાર માટે…