વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં સંયુક્ત નગરપાલિકામાં આવેલી આધાર કાર્ડની ઓફિસની કામગીરી બંધ
- સુરેન્દ્રનગરમાં સતત કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે.
- આધાર કાર્ડ કાઢવાની તમામ કામગીરી 30 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે.
- નગરપાલિકા બહાર પોસ્ટર પર લગાવી દેવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરમાં સતત કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા-દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં આવેલી આધાર કાર્ડની ઓફિસમાં આધાર કાર્ડ કાઢવાની તમામ કામગીરી 30 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં જિલ્લામાં કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે ત્યારે આધાર કાર્ડની ઓફિસે સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્કનું જિલ્લાવાસીઓ દ્વારા પાલન ન કરવામાં આવતું હોવાના કારણે હાલમાં કામગીરી બંધ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણને તોડવા માટે હાલમાં વેપારી એસોસીએશન સહિતના સરકારી અધિકારીઓ પણ સજ્જ બન્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી, કોરોનાના પ્રશ્ન અંગે કરી રજુઆત
ત્યારે નગરપાલિકા ખાતે આવેલી આધાર કાર્ડની ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાના પગલે 30 એપ્રિલ સુધી કામગીરી બંધ કરવામાં આવી છે ત્યારે આધાર કાર્ડ સુધારા, આધાર કાર્ડ નવુ કઢાવવા અને આધારકાર્ડમાં કોઈ પણ જાતની પ્રતિક્રિયા કે સમસ્યા હોય તેવી કામગીરી 30 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે.

ત્યારે નગરપાલિકા બહાર પોસ્ટર પર લગાવી દેવામાં આવ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઇ પંડ્યાની સુચનાથી આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. આધાર કાર્ડની તમામ કામગીરી પાલિકામાં બંધ કરવામાં આવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાંથી દારૂ સાથે ઝડપાઈ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ