ધંધુકાની બજારોને સેનેટાઈઝ કરાઇ
- તમામ વિસ્તારોને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
- ધંધુકા શહેરમાં કોરોનાની મહામારીએ માથું ઉચક્યા બાદ સતત વધતા કેસોને લઈ સ્વૈચ્છિક લોકડાઉન જેવા પ્રયોગો કર્યા

ધંધુકા શહેરમાં કોરોનાની મહામારીએ માથું ઉચક્યા બાદ સતત વધતા કેસોને લઈ સ્વૈચ્છિક લોકડાઉન જેવા પ્રયોગો કર્યા જેના આંશિક સારા પરિણામો પણ મળ્યા. આજ દિશામાં આગળ વધતા પાલિકા પ્રમુખ હર્ષદ ચાવડા અને કારોબારી ચેરમેન ભદુભાઇ અગ્રાવત દ્વારા નગરમાં ફેલાયેલા સંક્રમણને ખાળવા માટે શહેરના વિવિધ વિસ્તારો કે જ્યાં કોવિડના કેસો નોંધાયા હતા તે તમામ વિસ્તારોને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરમાં સ્વચ્છતાને લઈને પણ પાલિકા દ્વારા વિશેષ અભિયાન કરવામાં આવી રહ્યું છે. દવાનો છંટકાવ, ફોગીંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરી મચ્છર જન્ય રોગચાળો ના ફેલાય તે માટે કામગીરી કરવામાં આવેલ.
સુરેન્દ્રનગર વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે પાન મસાલાની કેબીન ખુલ્લી રાખતાં ફરિયાદ નોંધાઈ