સો વરસે મહામારી
- જાણે દર સો વરસે વિશ્વ અને દેશ ઉપર મહામારી આવતી હોય જ છે એવું લાગે છે.
- વરસ 1918 થી 1920માં સ્પેનિશ ફ્લુ ફેલાયો હોવાનું સાંભળ્યું અને વાંચ્યું છે.
- જેમાં ભારતમાં (આઝાદી પહેલા) બે કરોડ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા.
- 2019માં કોરોના વાયરસ દ્વારા ફેલાયેલ રોગચાળો કોવિડ-19 તરીકે આપણે ઓળખીએ છીએ.
જાણે દર સો વરસે વિશ્વ અને દેશ ઉપર મહામારી આવતી હોય જ છે એવું લાગે છે. વરસ 1918 થી 1920માં સ્પેનિશ ફ્લુ ફેલાયો હોવાનું સાંભળ્યું અને વાંચ્યું છે. તે સમયે આખા વિશ્વમાં 50 કરોડ જેટલા લોકો સ્પેનિશ ફ્લુનો શિકાર બન્યા હોવાનું કહેવાય છે. એક અંદાજ મુજબ એ વખતે વિશ્વ આખામાં પાંચ કરોડ જેટલો મૃત્યુ આંક હતો. જેમાં ભારતમાં (આઝાદી પહેલા) બે કરોડ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ પામ્યા તેમાં વધુ પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને પાકિસ્તાનના પંજાબમાં જ આઠ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા.
2019માં કોરોના વાયરસ દ્વારા ફેલાયેલ રોગચાળો કોવિડ-19 તરીકે આપણે ઓળખીએ છીએ. ડિસેમ્બર-2019માં ચીનના વુહાનમાંથી રોગચાળો ફાટી નીકળ્યો. ત્યાં સુધી વાયરસ અજાણ હતો. જે રોગચાળો આજના દિવસે પણ ચાલુ જ છે, જેણે દુનિયાના તમામ દેશોને પોતાના ભરડામાં લીધા છે. બીજી મે 2021 સુધીમાં દુનિયામાં મૃત્યુ પામનારની સંખ્યા 32,16,157 અને સંક્રમિત કેસની સંખ્યા 15,34,80,141 છે. જ્યારે આપણા રાજ્યમાં સંક્રમિત કેસ 5,94,602 અને મૃત્યુ આંક 7,508 થયો છે. અત્યારે આ રોગચાળાનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. આ બીજા તબક્કામાં અને ત્યારબાદ તેની અસર કેટલી અને કેવી હશે તે તો ભવિષ્ય જ બતાવશે.
અત્યારે વિજ્ઞાન ધણું આગળ વધ્યું છે. નવી અનેક ટેકનોલોજી શોધી છે. દરેક બાબતમાં જ્ઞાન અને સુવિધાઓ ઉપલભ્ધ છે. એકબીજા દેશો એકબીજાને મદદ કરે છે. પણ આજથી 100-200 વરસ પહેલાં આવું ન હતું.
બેકાબુ કોરોના સંક્રમણને અટકાવવા સરકારે શું લીધા નિર્ણય?
આજે બધી જ સુવિધાઓ વચ્ચે ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક જ્ઞાન સાથે આપણે જીવી રહ્યા છીએ. છતાં કેટલીક યાતનાઓ-મુશ્કેલીઓ આપણે ભોગવી રહ્યા છીએ. જે માટે આપણા વર્તન વ્યવહાર જવાબદાર છે. સૌ સાથે મળી એક જ લક્ષ્ય સાથે કામ કરીએ અને વર્તન કરીએ તો કોરોના જેવા રોગચાળાને આપણે સરળતાથી દૂર કરી શકીએ. કોરોનાને કારણે કેટલાક ડૉક્ટર્સ દિલ દઇને રાત-દિવસ એક કરી પૈસા નહીં પણ સેવાને ધ્યાનમાં રાખીને કામ કરે છે એવા ડૉક્ટર્સને સો-સો સલામ.
બીજી બાજુ એવા ડૉક્ટર્સ અને હૉસ્પિટલ માટે સાંભળવા મળ્યું છે કે જેઓ કોરોનાની આ મહામારીને પૈસા કમાવવાની તક માનીને દર્દીઓને અને પરિવારજનોને મજબૂરીનો લાભ લઇને લૂંટવા માંડ્યા છે. આવા ડૉક્ટર્સ-હોસ્પિટલને ભગવાન કયારેય માફ નહીં કરે અને તેમણે કરેલા કરતૂતો તેમને યાદ અપાવે છે.
વઢવાણ સુરેન્દ્રનગર ફીરદોસ સોસાયટી પાસે મકાનના કાચ તોડી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ