વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ત્રણ જગ્યા ઉપર દર્દીઓ માટે ૩૦૦ ફ્રૂટના પેકેટનું વિતરણ
- સુરેન્દ્રનગરમાં કોરોનાવાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થવા પામ્યો છે.
- ૩૦૦ જેટલા પેકેટ ફ્રૂટના વિતરણ કરવામાં આવ્યા.
- સફરજન, મોસંબી અને લીંબુ સહિતનો સમાવેશ કરીને ફળના પેકેટો
સુરેન્દ્રનગર શહેરની ત્રણ જગ્યા ઉપર દર્દીઓ માટે ૩૦૦ જેટલા પેકેટ ફ્રૂટના વિતરણ કરવામાં આવ્યા. સુરેન્દ્રનગરમાં કોરોનાવાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થવા પામ્યો છે.
ત્યારે આ સંજોગોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉત્તમ મનાતા ફળોના ભાવ પણ બજારમાં ઉચકાતા ગરીબ પરિવારો આવા ફળોથી વંચિતના રહે તેને ધ્યાને રાખીને ઝાલાવાડ ફેડરેશનની ટીમ દ્વારા ફળોના પેકિંગ કરવામાં આવ્યા છે.
થાનગઢના રૂપાવટી અને ભડોલા વિસ્તારમાં ચોટીલાના આસિસ્ટન્ટ કલેકટરે રેડ પાડી
જેમાં સફરજન, મોસંબી અને લીંબુ સહિતનો સમાવેશ કરીને ફળના પેકેટો તૈયાર કરવામાં આવ્યા છે. આ ફળના પેકેટો જુદી-જુદી ત્રણ જગ્યાએ જરૂરિયાતમંદ દર્દીઓને વિતરણ કરવામાં આવ્યા છે. આયોજનને સફળ બનાવવા ફેડરેશનની તેમજ પ્રવિણસિંહ ઝાલા વિગેરે સેવાભાવી લોકો જહેમત ઉઠાવી હતી.
સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપીનભાઈ ટોળીયા કોરોના સામેની જંગ હાર્યા