સુરેન્દ્રનગરમાં ‘વિશ્વ ઓરલ હેલ્થ દિવસ’ ની ઉજવણી નિમિત્તે લાભાર્થીને દાંતના ચોકઠા વિતરણ કાર્યક્ર્મ યોજાયો

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગરમાં ‘વિશ્વ ઓરલ હેલ્થ દિવસ’ ની ઉજવણી નિમિત્તે લાભાર્થીને દાંતના ચોકઠા વિતરણ કાર્યક્ર્મ યોજાયો

  • વિશ્વભરમાં દર વર્ષે 20 માર્ચના રોજ ” વિશ્વ ઓરલ હેલ્થ” દિવસ તારીકે મનાવવામાં આવે છે.
  • આ વર્ષે વિશ્વ ઓરલ હેલ્થ દિવસની ઉજવણી ‘Be Proud of Your Mouth’ ની થીમ ઉપર ઉજવાઈ રહી છે.
  • આ કાર્યક્રમ અંતર્ગત કુલ 50 લાભાર્થી દર્દીઓને ચોક્ઠા વિતરણ કરવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગરમાં 'વિશ્વ ઓરલ હેલ્થ દિવસ' ની ઉજવણી નિમિત્તે લાભાર્થીને દાંતના ચોકઠા વિતરણ કાર્યક્ર્મ યોજાયો
સુરેન્દ્રનગરમાં ‘વિશ્વ ઓરલ હેલ્થ દિવસ’ ની ઉજવણી નિમિત્તે લાભાર્થીને દાંતના ચોકઠા વિતરણ કાર્યક્ર્મ યોજાયો

વિશ્વભરમાં દર વર્ષે 20 માર્ચના રોજ ” વિશ્વ ઓરલ હેલ્થ” દિવસ તારીકે મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી મુખ્ય હેતુ લોકોમાં ઓરલ હાઈજીન એટલે કે મોંઢાની સફાઈ કરવા અંગેની જાગૃતતા ફેલાવવાનો રહેલો છે. આ વર્ષે વિશ્વ ઓરલ હેલ્થ દિવસની ઉજવણી ‘Be Proud of Your Mouth’ ની થીમ ઉપર ઉજવાઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ દિવસની અનોખી ઊજવણી કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતેના ડેન્ટલ વિભાગ દ્વારા “વિશ્વ ઓરલ હેલ્થ” દિવસ નિમિત્તે લાભાર્થી દર્દીઓને મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી ડૉ.એચ.એમ. વેસેટીયનના હસ્તે દાંતના ચોક્ઠાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત કુલ 50 લાભાર્થી દર્દીઓને ચોક્ઠા વિતરણ કરવામાં આવ્યા હતા. તમામ લાભાર્થી દર્દીઓને ચોક્ઠાની જાળવણી માટે ડેન્ચર કીટ પણ આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલી વખત એક સાથે 80 લાભાર્થી દર્દીઓ માટે ચોક્ઠા બનાવવામાં આવ્યા છે, જે પૈકી હાજર 50 લાભાર્થીઓને તેનું વિતરણ કરવામાં આવેલ હતું.

સુરેન્દ્રનગર શહેરના ટાગોર બાગમાં સાફ સફાઇ હાથ ધરવામાં આવી

પ્રસંગે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જનશ્રી ડૉ.એચ.એમ. વેસેટીયન દ્વારા ઉપસ્થિત લાભાર્થી દર્દીઓને ચોક્ઠા જાળવણી કરવા અને સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવવા અંગે પ્રાસંગિક ઉદૂબોદન કયું હતું. તદૂઉપરાંત નિવાસી તબીબી અધિકારીશ્રી ડૉ.ચૈતન્ય પરમારએ દાંતના ચોક્ઠા બાબતે ભવિષ્યમાં રાખવાની થતી કાળજી અંગે જરૂરી સૂચનો સાથે સવિશેષ માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમ દરમિયાન ડૉ.તેજલબેન જોશી અને ડૉ.રૂપલ પરમાર તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચાર માટે…

વઢવાણના 80 ફુટ રોડ ઉપર ટ્રકની હડફેટે બાઇક ચાલક યુવકનું મોત,ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઇ