ચુડાના મોજીદડ રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ
- બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ
- ગંભીર ઇજા કરી નાશી જઇ ગુનો કર્યો હતો
ચુડા તાલુકાના મોજીદડ રોડ આરોપી મોટરસાયકલ રજી. નં.જીજે-13-આરઆર-6768 ના ચાલકે પોતાના હવાલાવાળુ મોટરસાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના મોટરસાયકલ રજી.નં.જીજે-01-પીકે-3167 સાથે ભટકાડી ફરીયાદી તથા સાહેદને નાની મોટી ઇજાઓ કરી તેમજ ફરીયાદીને જમણા હાથના કાંડા પાસે ફેકચર જેવી ગંભીર ઇજા કરી નાશી જઇ ગુનો કર્યો હતો. આ બનાવની તપાસ એ.એસ.આઇ. ડી.પી.બારૈયા ચુડા પો.સ્ટેશન કરે છે.
-A.P : રોપોર્ટ