ધ્રાંગધ્રાના કુડા ગામના મકાનમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
પોલીસે રૂપિયા 38000 નો મુદ્દામાલ કબજે કર્યો
- જુગાર ધામ ધમધમતું હોવાની બાતમી ધ્રાંગધ્રા પોલીસને મળી હતી
- ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો
- જુગારના સાહિત્ય સાથે ઝડપી લીધા હતા

ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામમાં રહેતા સવજીભાઈ શાવડીયાના મકાનમાં જુગાર ધામ ધમધમતું હોવાની બાતમી ધ્રાંગધ્રા પોલીસને મળી હતી આથી બાતમીને આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં સવજી ઉર્ફે ડગ સાવરીયા પ્રકાશ ઉર્ફે હકો વેલાભાઈ મિયાણી સાદીક ઉર્ફે ગડો એમદભાઈ મહંમદહનીફ જુમાભાઈ મોવાર અસલમ ઉર્ફે જગો સલીમભાઈ દીલીપ ઉર્ફે દિલો લાભુભાઈ ને જુગારના સાહિત્ય સાથે ઝડપી લીધા હતા જેમાં રોકડા 33100 મોબાઇલ ફોન 5 કિંમત રુપિયા 5500 સહિત રુપિયા 38600 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો નોંધી વધુ તપાસ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હાથ ધરી હતી
-A.P : રોપોર્ટ