સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટ વકીલ મંડળની ચૂંટણીના મતદાન બાદ પરિણામ જાહેર

Photo of author

By rohitbhai parmar

Election of Court Vakil Mandal – સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટ વકીલ મંડળની ચૂંટણીના મતદાન બાદ પરિણામ જાહેર

સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટ વકીલ મંડળની ચૂંટણીના મતદાન બાદ પરિણામ જાહેર

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટ વકીલ મંડળની ચૂંટણીના મતદાન બાદ પરિણામ જાહેર

  • ચૂંટણીમાં 91 ટકા જેટલુ ભારે મતદાન પ્રમુખ તરીકે ઘનશ્યામસિંહ ઝાલા, ઉપપ્રમુખ તરીકે મહિલા વકીલ સહિત બિન હરીફ વરણી કરાઇ

સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણીમાં 287 મતદારોમાંથી 260 મતદારોએ મતદાન કરતા 91 ટકા મતદાન થયું હતું.

જેમાં પ્રમુખ તરીકેના હોદ્દેદારનો 63 મતોથી, ઉપપ્રમુખ 109, સેક્રેટરીના હોદ્દેદારનો 132 મતે અને જોઇન્ટ સેક્રેટરીનો 25 મતે વિજય થયો હતો.

જયારે ચૂંટણી અગાઉ મહિલા ઉપપ્રમુખ તરીકે હોદ્દેદારની બિનહરીફ વરણી કરાઇ હતી.

સુરેન્દ્રનગર વકીલ મંડળના વર્ષ 2023 માટેના હોદ્દેદારોની ચૂંટણી તા.16 ડિસેમ્બરના રોજ જાહેર થતાં વકીલોમાં ભારે ગરમાવો સર્જાયો હતો.

આ ચૂંટણીમાં શુક્રવારના રોજ વકીલ મંડળની તમામ ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી અધિકારી કે.કે. રામાનુજ અને સહ ચૂંટણી

અધકરી તરીકે દેવેન્દ્રસિંહ રાણાની હાજરીમાં મતદાન યોજાતા સુરેન્દ્રનગર વકીલ મંડળના 287 સભ્યોમાંથી 260 સભ્યોએ મતદાન કરતાં 91 ટકા જેટલુ મતદાન થયું હતું.

સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટ વકીલ મંડળની ચૂંટણીના મતદાન બાદ પરિણામ જાહેર

વકીલ મંડળની ચૂંટણી બાદ પરિણામ જાહેર

આથી વકીલ મંડળની ચૂંટણી રસાકસીભરી બની હતી. જેમાં પ્રમુખ પદ માટે બે ઉમેદવાર વચ્ચે જંગ હતો.

જેમાં પ્રમુખ પદના ઉમેદવાર ઘનશ્યામસિંહ ધીરૂભા ઝાલાને 160, જાની નિલેશકુમાર ઇન્દુલાલને 97 મત મળતા ઘનશ્યામસિંહ ઝાલા 63 મતે વિજેતા જાહેર થયા હતા.

ઉપપ્રમુખ પદ માટે જાની રિતેષભાઇ ઉલ્લાષ કુમારને 69 મત અને રવિભાઇ આર આચાર્યને 178 મત મળતા રવિભાઇ આચાર્યનો 109 મતે વિજય થયો હતો.

જયારે સેક્રેટરીના પદ માટે કશ્યપભાઇ વિરેન્દ્રભાઇ શુક્લ 183 અને રવિભાઇ અશોકભાઇ માંડલીયા 51 મત મળતા કશ્યપભાઇ શુક્લનો 132 મતે વિજય થયો હતો.

આ ઉપરાંત જોઇન્ટ સેક્રેટરીની ચૂંટણીમાં રોહિતભાઇ એસ. સાપરા 112 અને રાઠોડ મુકેશભાઇ જીને 137 મત મળતા મુકેશભાઇ રાઠોડનો 25 મતે વિજય થયો હતો.

ચૂંટણી અગાઉ મહિલા ઉપપ્રમુખ રંજનબેન જગદીશચંદ્ર ત્રિવેદીની બિનહરીફ વરણી કરાઇ હતી.

સુરેન્‍દ્રનગર જિલ્લામાં તા.21મી ડિસેમ્બરના રોજ તાલુકા કક્ષાનો અને તા.22મી ડિસેમ્બરના રોજ જિલ્‍લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link