વઢવાણ સુરેન્દ્રનગર કોરોના સંક્રમણને પગલે શહેરમાં વેપારીઓએ અડધો દિવસ બંધ પાળવાનો કર્યો નિર્ણય

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર કોરોના સંક્રમણને પગલે શહેરમાં વેપારીઓએ અડધો દિવસ બંધ પાળવાનો કર્યો નિર્ણય

  • સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે
  • સુરેન્દ્રનગરમાં શહેરમાં વેપારીઓ દ્વારા માનવજીવનના હિતમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
  • સુરેન્દ્રનગરમાં કરિયાણાના વેપારીઓએ પણ અડધો દિવસ બંધ રાખીને સંક્રમણ ફેલાતું રોકવાનો પ્રયાસ કર્યો.
વઢવાણ સુરેન્દ્રનગર કોરના સંક્રમણને પગલે શહેરમાં વેપારીઓએ અડધો દિવસ બંધ પાળવાનો કર્યો નિર્ણય
વઢવાણ સુરેન્દ્રનગર કોરના સંક્રમણને પગલે શહેરમાં વેપારીઓએ અડધો દિવસ બંધ પાળવાનો કર્યો નિર્ણય

સુરેન્દ્રનગરમાં કરિયાણાના વેપારીઓએ પણ અડધો દિવસ બંધ રાખીને સંક્રમણ ફેલાતું રોકવાનો પ્રયાસ કર્યો. સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરમાં શહેરમાં વેપારીઓ દ્વારા માનવજીવનના હિતમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

તેમાં સુરેન્દ્રનગરની કાપડ બજારમાં અને વિવિધ મુખ્ય બજારોમાં અડધો દિવસ ધંધા-રોજગાર ચાલુ રાખીને અડધો દિવસ બંધ રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં અનાજ કરિયાણાની દુકાન ધરાવતા દુકાનધારકોએ પણ આ બાબતે ટેકો આપીને અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખીને લોકોની ચિંતા વ્યક્ત કરી છે.

કોરોનાથી બચવા આટલું જરૂર કરો

આમ વેપારીઓએ પણ શહેરીજનોમાં કોરોનાનું સંક્રમણના ફેલાય તે માટે આગળ આવીને પોતાનો સ્વેચ્છાએ ધંધા-રોજગાર અડધો દિવસ બંધ રાખતા પણ નજરે પડી રહ્યા છીએ.

વઢવાણ સુરેન્દ્રનગર જવાહર ચોકમાં SOPની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો દંડાયા

વધુ સમાચાર માટે…