વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના પાંચથી વધુ ગામોમાં ડફેર પરિવારોને નિઃશુલ્ક રાશન કીટ વિતરણ કરાઇ
- જિલ્લાના પાંચથી વધુ ગામોમાં ડફેર પરિવારોને નિઃશુલ્ક રાશન કીટ વિતરણ કરાઇ.
- ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી 50 પરિવારોને રાશન કીટનું વિતરણ
જિલ્લાના પાંચથી વધુ ગામોમાં ડફેર પરિવારોને નિઃશુલ્ક રાશન કીટ વિતરણ કરાઇ. સુરેન્દ્રનગર જિલ્લાના જાંબુ, લક્ષ્મીસર, શિયાણી, ઓળખ અને ભડવાણા ગામમાં વસતા વિચરતી અને વિમુક્ત જાતિના ડફેર પરિવારો ઝૂંપડી બાંધીને રહે છે.
સમગ્ર દેશમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે અને સરકાર દ્વારા મીની લોકડાઉન જાહેર કરેલ છે ત્યારે રોજનું લાવીને રોજનું ગુજરાન ચલાવનારા પરિવારની હાલત કફોડી થઈ ગઈ છે.
આવા સમયમાં ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી 50 પરિવારોને રાશન કીટનું વિતરણ વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદ કે.વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે. આમ રાશન કીટનું ડફેર પરિવારોને વિતરણ કરવામાં આવતા તેઓના પરિવાર ઉપર ખુશી પણ જોવા મળી છે.
વઢવાણ સુરેન્દ્રનગર આનંદનગરમાં આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો, 500થી વધુ લોકોએ લાભ લીધો