Pandwara – પાંડવરા ગામે તાલીમાર્થીઓનું સ્નેહમિલન
મુળી તાલુકાના પાંડવરા ગામે ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) સુરેન્દ્રનગર ખાતે તાલીમ મેળવેલ બેચ 35 ના તાલીમાર્થીઓનું એક સ્નેહમિલન યોજવામાં આવેલ.
આ સ્નેહ મિલનમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગર ખાતે મેચ 35 માં એટલે કે આજથી 45 વર્ષ પહેલા તાલીમ મેળવી, જીવન સફળ બનાવનાર તાલીમાર્થીઓ ભેગા થયેલ. આ તાલીમાર્થીઓ પૈકી મોટાભાગના તાલીમાર્થીઓ સરકારમાં આશરે 35 થી 38 વર્ષની સેવા આપી, વય નિવૃત્ત થયેલ છે. ઘણા તાલીમાર્થીઓએ પોતાનો વ્યવસાય કરી, તેમાં ખૂબ પ્રગતિ કરી પોતે તો રોજગારી મેળવી જ, પરંતુ તે સાથે અન્ય લોકોને પણ રોજગારી આપેલ છે.
તમામ તાલીમાર્થીઓએ આ તકે આઈ.ટી.આઈ સુરેન્દ્રનગરનો અને તે સમયના તેમના ઇન્સ્ટ્રક્ટરનો આભાર માની, કૃતજ્ઞતા વ્યક્ત કરેલ હતી અને તેઓએ જણાવેલ કે અમે જીવનમાં જે કંઈ મેળવ્યું છે તે આઈ.ટી.આઈ સુરેન્દ્રનગરને આભારી છે. આ પ્રસંગે તમામ લોકોએ પોતાનો વિદ્યાર્થીકાળ પણ યાદ કરેલ હતો.
આ મિલનમાં આઈ.ટી.આઈ ખાતે જ તાલીમ મેળવી, ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવી, વય નિવૃત્ત થયેલ કર્મચારીઓ પણ હાજર હતા. આ પ્રસંગ પંડ્યા ભાઈની વાડીમાં યોજાયેલ.
આ પ્રસંગમાં વનરાજભાઈ દેત્રોજા, ચંદુભાઈ ગજ્જર, અતુલભાઇ રાવલ એ કે સોલંકી, ગામીભાઈ, પંડ્યા ભાઈ વિગેરે જુના તાલીમાર્થીઓ હાજર રહેલા હતા.
આ પ્રસંગે હાલમાં આઈ.ટી.આઈ સુરેન્દ્રનગરના આચાર્ય વર્ગ 1 તરીકે ફરજ બજાવતા પરાગભાઈ શાહ પણ હાજર રહેલ હતા. તેઓએ તમામ જુના તાલીમાર્થીઓને શુભકામના પાઠવી, આશીર્વાદ મેળવી, ગૌરવની લાગણી વ્યક્ત કરેલ હતી.
Free treatment camp – કરોડરજ્જુ અને મગજની તકલીફ માટે નિઃશુલ્ક સારવાર કેમ્પ