Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર પતરાવાળી ચોક પાસે આવેલા કોમ્પલેક્ષમાં જુગાર ઝડપાયો

વઢવાણ સુરેન્દ્રનગર પતરાવાળી ચોક પાસે આવેલા કોમ્પલેક્ષમાં જુગાર ઝડપાયો

વઢવાણ સુરેન્દ્રનગર પતરાવાળી ચોક પાસે આવેલા કોમ્પલેક્ષમાં જુગાર ઝડપાયો

સુરેન્દ્રનગર પતરાવાળી ચોક પાસે આવેલા કોમ્પલેક્ષમાં જુગાર ઝડપાયો સાત ઈસમોને ઝડપી લીધા. સુરેન્દ્રનગર પતરાવાળી ચોક પાસે આવેલ બુટ ભવાની કોમ્પલેક્ષમાં પોલીસે જુગાર રમતાં સાત ઈસમોને તારીખ 03 જૂનને સાંજના સમયે ઝડપી લીધા છે.

બનાવની પોલીસ મથકેથી મળતી બાતમીના આધારે પોલીસે રેઇડ પાડીને જુગાર ઝડપી પાડયો છે. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધ્યા મુજબ આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી ગંજીપાના સાથે પૈસાની હારજીતનો જુગાર ઝડપાઈ જવા પામ્યો છે.

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકામાં પીવાના પાણીને લઈને મહિલાઓનો હલ્લાબોલ

બનાવમાં પોલીસે બે મોટરસાયકલ કિંમત રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 66,250નો મુદ્દામાલ ઝડપી લીધો છે. આ બનાવની પોલીસ કર્મચારી વિજય સિંહ ડોડીયાએ રણજીતસિંહ ઝાલા, સંજયભાઈ નાકીયા, કરશનભાઈ ચૌધરી, ભીમાભાઇ સોરીયા, મહેશભાઈ ભામાણી, રંજનીભાઈ શાહ, રાજેશભાઈ સોલંકી સહિત સાત સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર કામેજડિયા ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાના પ્રમુખએ પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા કરી

વધુ સમાચાર માટે…

Exit mobile version