ગાડી પાટે ચડી : અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે શેરબજારમાં તેજીના સંકેત, સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 16300 ને પાર
Indian stock market ની ગાડી ફરી પાટે ચડી ગઈ છે. ગયા અઠવાડિયે છેલ્લા દિવસે થોડા સુધાર બાદ આજે Sensex અને Nifty બંને ઇંડેક્સ લીલા નિશાન પર ખૂલ્યા છે.
- અઠવાડિયાના પહેલા કારોબારી દિવસેશેરબજાર લીલા નિશાન પર
- સેન્સેક્સ 289 પોઇન્ટ્સ ઉછળ્યો
- નિફ્ટી પણ78 પોઇન્ટ્સ 16,344 ના સ્તરે ખૂલ્યો
અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે આજે શેરબજાર લીલા નિશાન પર ખૂલ્યું. બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જના 30 શેર ધરાવતો સેન્સેક્સ 289 પોઇન્ટ્સ એટલે કે 0.53 % ઉછળીને 54,615 ના સ્તરે ખૂલ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જનો નિફ્ટી 78 પોઇન્ટ્સ અથવા 0.48 % તેજી સાથે 16,344 ના સ્તરે ખૂલ્યો હતો. જો કે હાલ સેન્સેક્સ 310 અને નિફ્ટી 80 પોઇન્ટસની તેજી સાથે ટ્રેડ કરે છે.
ગયા અઠવાડિયે પણ થયો હતો ફાયદો
આ પહેલા ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજારે રોકાણકારોને ઘણો ફાયદો કરાવ્યો હતો. BSE સેન્સેક્સ 1534 પોઈન્ટ અથવા 2.91 ટકાના ઉછાળા સાથે 54,326 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી ઈન્ડેક્સ 457 પોઈન્ટ અથવા 2.89 ટકાના ઉછાળા સાથે 16,266 પર બંધ થયો હતો.
સોમવારે 1563 શેર વધ્યા
બજાર ખુલતાની સાથે જ લગભગ 1563 શેર વધ્યા, 531 શેર ઘટ્યા, જ્યારે 98 શેર યથાવત રહ્યા હતા.
Weather Updates Today: અમદાવાદમાં વાદળીયા વાતાવરણથી ગરમી ઘટી, દિલ્હીમાં પડ્યો વરસાદ