- Advertisement -
HomeNEWSહેલ્થ ટિપ્સ: શરીરમાં આયર્નની ઊણપને કારણે વાળ ખરશે, તો ડિપ્રેશનનું પણ છે...

હેલ્થ ટિપ્સ: શરીરમાં આયર્નની ઊણપને કારણે વાળ ખરશે, તો ડિપ્રેશનનું પણ છે જોખમ

- Advertisement -

હેલ્થ ટિપ્સ: શરીરમાં આયર્નની ઊણપને કારણે વાળ ખરશે, તો ડિપ્રેશનનું પણ છે જોખમ

Google News Follow Us Link

Health Tips: Iron deficiency in the body will cause hair loss, There is also a risk of depression

અચાનક તમારું શરીર સુસ્ત રહે છે, કોઈ ભારે કામ ના કરવા છતાં પણ થાક લાગે છે. સ્કિન પીળી થઇ જાય છે. વાળ પણ રુક્ષ થઇ જાય છે. પહેલાં તો થોડા વાળ તૂટતાં હતા હવે તો વાળનો ઢગલો થાય છે. જો તમને પણ આવી કંઈ સમસ્યા હોય તો શરીરમાં આયર્નની ઊણપ છે.

આયર્નથી શરીર મજબૂત રહે છે
આયર્ન એક એવું મિનરલ છે જે શરીરમાં દરેક સેલમાં હોય છે. લોહીનો લાલ રંગ પણ આયર્નને કારણે છે. આયર્ન લાલ બ્લડ સેલને તાકાત આપે છે જેથી ઓક્સિજન શરીરનાં બધા અંગો સુધી પહોંચી શકે. આ શરીરમાં આયર્નની ઊણપ થઇ તો શરીરની ઇમ્યુન સિસ્ટમ નબળી પડી જાય છે.

Health Tips: Iron deficiency in the body will cause hair loss, There is also a risk of depression

પ્રેગ્નન્ટ મહિલાઓ માટે એનિમિયા જોખમરૂપ
ગર્ભવતી સ્ત્રીઓમાં આયર્નની ઊણપથી પ્રિ-મેચ્યોર બાળકનો જન્મ પણ થઇ શકે છે. બાળકનું વજન પણ સામાન્ય નવજાત શિશુનાં વજન કરતા ઓછું હોય છે. ડિલિવરી સમયે 740 મિલિગ્રામ આયર્ન શરીરમાંથી બહાર નીકળી જાય છે, તેથી સ્થિતિ વધુ ખરાબ થાય છે. તો બીજી તરફ બાળકને ફીડિંગ કરાવાનાં કારણે પણ માતામાં આયર્નની ઉણપ થાય છે.

વારંવાર રક્તદાનથી પણ થઇ શકે છે આયર્નની ઊણપ
જે લોકો વારંવાર રક્તદાન કરે છે અને ડાયટ પણ યોગ્ય નથી રાખતા તે લોકોને આયર્નની ઊણપ થઈ શકે છે. એક વાર રક્તદાન કરવાથી શરીરમાંથી બસોથી અઢીસો મિલિગ્રામ આયર્ન શરીરમાંથી નીકળે છે.

જમતાં પહેલાં ચા, કોફી, હર્બલ ટી અને બ્લેક ટીનું ના કરો સેવન
ચા, કોફી, હર્બલ ટી અને બ્લેક ટીમાં પોલિફીનોલ હોય છે જે શરીરમાં આયર્નને ઓગળવા દેતું નથી. જ્યારે આપણે આયર્નથી ભરપૂર વસ્તુ ખાતા પહેલાં ચા અને કોફી પીએ છીએ, તો લોહીમાં આયર્ન ઓગળતું નથી. ત્યારે શરીરને આયર્ન પૂરા પ્રમાણમાં મળતું નથી. જમ્યાના એક કલાક પછી ચા અને કોફી લઈ શકાય.

સિગારેટ પીવાથી થાય છે અનેક તકલીફ
ધૂમ્રપાન કરવાથી શરીરમાં આયર્નની માત્રામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. જ્યારે સિગારેટનો ધુમાડો આપણા શરીરમાં પ્રવેશે છે, ત્યારે તે આયર્નને લોહીમાં ઓગળતું અટકાવે છે.

Health Tips: Iron deficiency in the body will cause hair loss, There is also a risk of depression

જો તમારામાં આયર્નનું પ્રમાણ વધુ હોય તો લીવર, હાર્ટને નુકસાન થાય છે
શરીરમાં આયર્નનું વધુ પ્રમાણ હોવું પણ હાનિકારક છે. જ્યારે આપણે ખોરાકમાં વધારાનું આયર્ન લઈએ છીએ ત્યારે તે શરીરમાં સ્ટોર થાય છે. ધીમે-ધીમે આ આયર્ન લીવર અને હૃદયની પેશીઓમાં જમા થવા લાગે છે. જેનાથી તમારું મોત પણ નીપજી શકે છે.

જો બાળક ઉંમર પ્રમાણે ન શીખતું હોય તો તેમાં આયર્નની ઊણપ હોય શકે છે
ઘણાં માતા-પિતા ફરિયાદ કરે છે કે તેમનું બાળક ઉંમર પ્રમાણે વાંચતા-લખતા શીખતું નથી. શબ્દો ઉચ્ચારવામાં અસમર્થ છે, બાળકનો આત્મવિશ્વાસ નીચે રહે છે. જો આવું હોય તો બાળકના શરીરમાં આયર્નની ઊણપ હોઈ શકે છે. જો તમે ડાયટ પર ધ્યાન આપો છો તો પરિસ્થિતિ સુધરી શકે છે.

Health Tips: Iron deficiency in the body will cause hair loss, There is also a risk of depression

દિવસ દરમિયાન ઊંઘવું, રાત્રે જાગવું
ઘણા લોકો દિવસ દરમિયાન ઊંઘે છે જ્યારે તેઓ રાત્રે ઊંઘી શકતા નથી. આવા લોકોએ આયર્ન ટેસ્ટ કરાવવો જોઈએ. સર્કેડિયન રિધમ ડિસઓર્ડર હોઈ શકે છે.

જો તમને પેટના રોગો છે, તો લોહીની ઊણપ હશે
જો તમને પેટના રોગો હોય, ખોરાક બરાબર પચતો ન હોય, એસિડિટી હોય તો શરીરમાં લોહીની ઊણપ હશે.

કાળા શીરાનું સેવન કરવાથી આયર્નની ઉણપ દૂર થાય છે
પહેલાંના જમાનામાં લોકો કાળા શીરાનું સેવન કરતા હતા. અત્યારે પણ તે બજારમાં ઉપલબ્ધ છે. શેરડીના રસને ઉકાળતી વખતે તે કાઢવામાં આવે છે. તેમાં માત્ર આયર્ન અને ફોલિક એસિડ જ નહીં પરંતુ મોટી માત્રામાં વિટામિન બી પણ હોય છે. શિરો પીવાથી હાડકાં મજબૂત થાય છે. સુકા વાળને પોષણ પણ મળે છે. પાંચ ચમચી શીરામાં આખા દિવસ માટે 95 ટકા આયર્ન હોય છે.

શું તમને ખબર છે?

  • શરીરનું 70 ટકા આયર્ન લાલ રક્તકણોના હિમોગ્લોબિન અને મ્યોગ્લોબિનમાં હોય છે
  • રેડ બ્લડ સેલની લાઈફ 120 દિવસની હોય છે
  • 2 મિલિગ્રામ આયર્ન દરરોજ શરીરમાંથી આપોઆપ ખતમ થઈ જાય છે,
  • 6 ટકા આયર્ન શરીરના વિવિધ ઉત્સેચકોમાં જોવા મળે છે
  • 1000 મિલિગ્રામ આયર્ન પુખ્ત પુરુષમાં સંગ્રહિત થાય છે જે ત્રણ વર્ષ માટે પૂરતા છે
  • સ્ત્રીમાં માત્ર 300 મિલિગ્રામ આયર્નનો સંગ્રહ થાય છે, જે ત્રણ મહિના માટે પૂરતું છે
  • એક વાર બ્લડ ડોનેશન કરવા પર 200-250 મિલિગ્રામ આયર્ન નીકળી જાય છે
  • 20 ટકા જ મગજ ઓક્સિજનનો ઉપયોગ કરે છે તેથી સારી રીતે કામ કરવા માટે આયર્ન જરૂરી છે
  • શરીરને દરરોજ 18-21 ગ્રામ આયર્નની જરૂર હોય છે.

શરીરમાં કેટલું હોવું જોઈએ આયર્નનું પ્રમાણ

બાળકો (1-11 વર્ષ) 13-15 મિલીગ્રામ ટીનેજર (12-19 વર્ષ) 17 મિલીગ્રામ પુરુષ 19-21 મિલિગ્રામ મહિલા 17-19 મિલિગ્રામ ગર્ભવતી મહિલા 15 મિલિગ્રામ

આ વાતનું રાખો ધ્યાન

  • ડોક્ટરની સલાહ વગર ક્યારેય આયર્ન સપ્લીમેન્ટ્સ ન લો. જેના કારણે ઝાડા, ઉલ્ટી, હૃદય સંબંધિત બીમારીઓ થઈ શકે છે.
  • પુખ્ત વયના લોકોના આયર્ન સપ્લીમેન્ટ્સ બાળકોને ક્યારેય ખવડાવશો નહીં. અન્યથા બાળકનું મૃત્યુ પણ જઈ શકે છે.
  • ક્યારેય ખાલી પેટે આયર્ન સપ્લિમેન્ટ્સ ના લો. હંમેશા ખોરાક સાથે લો. તે પણ મહત્વનું છે કે સપ્લિમેન્ટ્સ એક વર્ષથી વધુ સમય સુધી ન લેવા જોઈએ.
  • એક સાથે અનેક સપ્લિમેન્ટ્સ ન લો. ઉદાહરણ તરીકે, કેલ્શિયમની સાથે આયર્ન લેવાનું ભૂલશો નહીં.
  • વિટામિન સી સાથે પણ આયર્નના સપ્લિમેન્ટ્સ લઇ શકાય છે. ડોક્ટર ઓરેન્જ જ્યુસની સાથે આયર્ન સપ્લિમેન્ટ્સ લેવાની સલાહ આપવામાં આવે છે.

આ વસ્તુમાં ભરપૂર પ્રમાણમાં હોય છે આયર્ન
પાલક : 100 ગ્રામ રાંધેલી પાલકમાં 3.6 મિલિગ્રામ આયર્ન હોય છે, જે દૈનિક સેવનના 20 ટકા છે. પાલકમાં વિટામિન સી પણ ભરપૂર હોય છે.
બ્રોકલી : એક કપ બ્રોકલીમાં 1 મિલિગ્રામ આયર્ન હોય છે. જેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે.
રેડ મીટ : 100 ગ્રામ રેડ મીટમાં 2.7 આયર્ન હોય છે.જેમાં દરરોજની આયર્નની જરૂરિયાતનાં 15 ટકા હોય છે.
માછલી : માછલીઓમાં આયર્ન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. સોલમન માછલીમાં કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે.
બીન્સ : કિડની બીન્સ, સોયા બીન્સ, બ્લેક બીન્સ આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે.
દૂધી : દૂધીના બીજમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. 28 ગ્રામ દૂધીના બીજમાં 4.2 એમ.જી આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે.
બદામ : જેમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે, કેલ્શિયમ વધુ હોવાથી લાભ નથી મળતો.

  • ડાર્ક ચોકલેટ : 28 ગ્રામ ચોકલેટમાં 3.3 એમજી આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે.

રાહતના એંધાણ: દેશની જનતાને મળી શકે છે મોંઘવારીથી રાહત, ઘટશે તમારા રોજિંદા વપરાશની ચીજવસ્તુઓના ભાવ!

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Complaint of land grabbing - દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ Google News Follow Us Link દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી...