મોટી કઠેચી ગામે બિસ્માર રસ્તા બાબતે રસ્તો રીપેર કરવાની લોકમાંગ ઊઠી
- મોટી કઠેચી ગામે બિસ્માર રસ્તા બાબતે રસ્તો રીપેર કરવાની લોકમાંગ ઊઠી
- મોટી કઠેચી ગામ સુરેન્દ્રનગર અમદાવાદની સરહદને અડીને આવેલું ગામ છે.
- ભારત દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજદિન સુધી કાચો છે.
મોટી કઠેચી ગામે બિસ્માર રસ્તા બાબતે રસ્તો રીપેર કરવાની લોકમાંગ ઊઠી. મોટી કઠેચી ગામ સુરેન્દ્રનગર અમદાવાદની સરહદને અડીને આવેલું ગામ છે. ત્યારે આ ગામમાં ત્રણ હજારની વસ્તી વસવાટ કરી રહી છે ત્યારે હાલ તો ઉનાળાની સીઝન દરમિયાન આ ગામમાં રસ્તો બનાવવાની લોકમાંગ ઉઠવા પામી છે.
ખાસ કરીને ચોમાસાના સમયમાં આ ગામમાંથી બીજા ગામે જવા માંગતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ ગામમાં અવ્યવસ્થા ન સર્જાય તેને ધ્યાને રાખીને તંત્ર દ્વારા બિસ્માર બનેલ રોડનું ઝડપથી સમારકામ કરીને ચોમાસામાં રાહતરૂપ બની શકાય તેવું ગ્રામજનો ઇચ્છી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રાત્રી કર્ફ્યુ લંબાવાયુ
કહ્યું કે, અમદાવાદ જિલ્લાની હદ લાગે છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાનાં ઉમરખાણ ગામ અને નાના શાહપુર ગામ અમારા ગામથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલા છે. અમારા ગામમાં આરોગ્યને લગતુ કોઈ દવાખાનું ન હોવાથી અમારા ગામમાં જે કોઈ બીમાર પડે તેમને સારવાર માટે કુમરખાણ અને નાના શાહપુર થી મોટા શાહપુર દવાખાને લઈ જવામાં આવે છે. તો અમારે કુમરખાણ અને નાના શાહપુર થી મોટા શાહપુર જવા માટે રસ્તો ભારત દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજદિન સુધી કાચો છે. અમારા વાહન લઈને જવું હોય તો સાત-આઠ 10 કિલોમીટર બીજા દૂરથી રસ્તે જવું પડે છે. અમારા બાળકો ધોરણ આઠ પછી બહારગામ ભણવા જાય તો કુમરખાણ તેમજ શાહપુર જવા માટે ચોમાસામાં આ રસ્તામાં બહુ હાલાકી અને તકલીફ પડે છે. હાલમાં રસ્તો બહુ જ ખરાબ છે. આ રસ્તો તાત્કાલિક ધોરણે સરકારશ્રી ધ્યાને લઇ પાકો રોડ બનાવે તેવી અમારી ગ્રામજનોની રજૂઆત છે.
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બાકરથળી પ્રાથમિક શાળામાં કોવિડ સેન્ટરનો પ્રારંભ કરાયો