સુરેન્દ્રનગર લક્ષ્મીપરામાં બાકી પૈસા બાબતે માથાકૂટ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર લક્ષ્મીપરામાં બાકી પૈસા બાબતે માથાકૂટ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી

  • સુરેન્દ્રનગર લક્ષ્મીપરામાં બાકી પૈસા બાબતે માથાકૂટ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી.
  • આથી આ બાબતે છરી સાથે હુમલો કરતા બે ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
  • દુકાને વસ્તુ લેવા જતાં અગાઉના બાકી પૈસા બાબતે બોલાચાલી થતા માથાકુટ થઇ હતી.
સુરેન્દ્રનગર લક્ષ્મીપરામાં બાકી પૈસા બાબતે માથાકૂટ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી
સુરેન્દ્રનગર લક્ષ્મીપરામાં બાકી પૈસા બાબતે માથાકૂટ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી

સુરેન્દ્રનગર લક્ષ્મીપરામાં બાકી પૈસા બાબતે માથાકૂટ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી. સુરેન્દ્રનગર લક્ષ્મીપુરા બાકી પૈસા બાબતે માથાકુટ થઇ હતી. આથી આ બાબતે છરી સાથે હુમલો કરતા બે ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવની એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ય વિગત મુજબ દુકાને વસ્તુ લેવા જતાં અગાઉના બાકી પૈસા બાબતે બોલાચાલી થતા માથાકુટ થઇ હતી. આથી આ બાબતે સંદીપભાઈ રાજગોરે કરિયાણાની દુકાનવાળા અને ઘનશ્યામભાઈ રાજગોરે ઉશ્કેરાઈ જઇ મારામારી કરી હતી.

જેમાં હુમલો કરીને જમણા હાથની આંગળીઓ તથા કોણીના ભાગે ફેકચર જેવી ઈજાઓ પહોંચાડી પેટના ભાગે તેમજ છાતીના ભાગે પણ ઇજા પહોંચાડી અને પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવને લક્ષ્મીપરા શેરી નંબર 2 માં રહેતા અજયભાઈ દેત્રોજાએ હુમલો કરનાર બે ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારઘી ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસનું ચેકિંગ, નિયમો તોડનારા લોકો પાસેથી દંડ વસૂલાયો