સુરેન્દ્રનગર વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસનું ચેકિંગ, નિયમો તોડનારા લોકો પાસેથી દંડ વસૂલાયો
- સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સતત ચેકિંગ જારી રહેવા પામ્યું છે.
- કોરોના સંક્રમણને રોકવા સરકાર દ્વારા અને તંત્ર દ્વારા ફરજિયાત માસ્ક પહેરવા બાબતે જણાવવામાં આવી છે.

સુરેન્દ્રનગર જુના ગેટ સ્ટેશન પાસે ટ્રાફિક પોલીસનું ચેકિંગ દંડ વસૂલાયો સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સતત ચેકિંગ જારી રહેવા પામ્યું છે. ત્યારે વધતા જતા કોરોના સંક્રમણને રોકવા સરકાર દ્વારા અને તંત્ર દ્વારા ફરજિયાત માસ્ક પહેરવા બાબતે જણાવવામાં આવી છે.
તેમ છતાં કેટલાક લોકો આ બાબતે નિષ્કાળજી દાખવતાં હોવાનું ટ્રાફિક પોલીસ વિભાગના ચેકિંગ દરમિયાન ખુલવા પામ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જુના ગેટ સ્ટેશન પાસે ટ્રાફિક પીએસઆઇ એરવાડીયા તથા સ્ટાફના દ્વારા આકસ્મિક ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી.
જેમાં વાહનોના નિયમોનું ઉલ્લંઘન કરીને દોડતા વાહનચાલકો પાસેથી તેમ જ રહેવા માસ્ક બાબતે નિષ્કાળજી દાખવનાર લોકો પાસેથી દંડ વસૂલાત સહિતની કામગીરી પણ કરવામાં આવી હતી.
સંયુક્ત નગરપાલિકા કચેરી ખાતે નાણાકીય વર્ષના અંતિમ દિવસે ધસારો જોવા મળ્યો હતો