સુરેન્દ્રનગર સબ જેલમાં 182 કેદીઓને કોરોના રસી આપી રક્ષિત કરાયા

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર સબ જેલમાં 182 કેદીઓને કોરોના રસી આપી રક્ષિત કરાયા

  • હાલમાં દેશ સહિત રાજ્યમાં કોરોના ફરી એકવાર વકરી રહ્યો છે
  • કોરોના સામે રક્ષણ આપવા માટે આરોગ્ય તંત્રએ પણ રસીકરણની કામગીરીમાં ગતિ વધારી છે.
  • સબ જેલ ખાતે રસીકરણ કેમ્પનું આયોજન કરી સબ જેલના 182 બંદીવાન ભાઈ – બહેનોને કોરોના વિરોધી રસી મૂકવામાં આવી હતી.
સુરેન્દ્રનગર સબ જેલમાં 182 કેદીઓને કોરોના રસી આપી રક્ષિત કરાયા
સુરેન્દ્રનગર સબ જેલમાં 182 કેદીઓને કોરોના રસી આપી રક્ષિત કરાયા

હાલમાં દેશ સહિત રાજ્યમાં કોરોના ફરી એકવાર વકરી રહ્યો છે ત્યારે બીજી બાજુ કોરોના સામે રક્ષણ આપવા માટે
આરોગ્ય તંત્રએ પણ રસીકરણની કામગીરીમાં ગતિ વધારી છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન અંતર્ગત
સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં આવેલ સુરેન્દ્રનગર સબ જેલના બંદીવાન ભાઈ – બહેનોને રસી
આપીને કોરોના સામે રક્ષિત કરવા માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર સબ જેલનાં ઈન્ચાર્જ અધિક્ષકશ્રી એચ.આર.રાઠોડની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સબ જેલ ખાતે
રસીકરણ કેમ્પનું આયોજન કરી સબ જેલના 182 બંદીવાન ભાઈ – બહેનોને કોરોના વિરોધી રસી મૂકવામાં આવી
હતી. અગાઉ પણ આ જેલમાં 45 વરસથી વધુ વય ધરાવતા 20 જેટલા બંદીવાન ભાઈ – બહેનોનું રસીકરણ કરવામાં
આવ્યું હતું.

સુરેન્દ્રનગરનાં હવેલીચોકમાં દારૂની ખાલી કોથળીનાં ઢગલાથી લોકો ત્રસ્ત

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પી. કે. પરમાર સિવિલ સર્જન ડૉ.વસેટીયન ડૉ.બી.કે.વાધેલા ડો.આરતીબેન
સિંધવ ડૉ.શૈલેષભાઈ મીઠાપરા તથા અર્બન હેલ્થ સેન્ટરના પેરા મેડિકલ ટીમના સહકારથી આ રસીકરણ કેમ્પનું
આયોજન કરવામાં આવ્યું હતું. રસીકરણ કેમ્પને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર સબ જેલના ઈન્ચાર્જ અધિક્ષક શ્રી
એચ.આર.રાઠોડ ઈન્ચાર્જ જેલર શ્રી પી.એમ.ચાવડા તથા જેલના અન્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં લોકોના મનમાં કોરોનાનો ભય દૂર કરવા વાક્યો લખાયા