વઢવાણ સુરેન્દ્રનગર કેમ્બ્રિજ સ્કૂલ ખાતે ઈન્ટરનેશનલ શિક્ષણની શરૂઆત કરવામાં આવી
- સુરેન્દ્રનગર કેમ્બ્રિજ સ્કૂલ ખાતે ઈન્ટરનેશનલ શિક્ષણની શરૂઆત
- વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની સુવિધા
- આભારની લાગણી સાથે અભિનંદન પણ પાઠવ્યા હતા.

સુરેન્દ્રનગર કેમ્બ્રિજ સ્કૂલ ખાતે ઈન્ટરનેશનલ શિક્ષણની શરૂઆત કરવામાં આવતા હર્ષની લાગણી ફેલાઈ. વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલ કેમ્બ્રિજ સ્કૂલ ખાતે સિનિયર સિટિઝન દ્વારા સન્માન કરતો કાર્યક્રમ તારીખ 1 જુલાઈ ગુરુવારે યોજાયો હતો. સુરેન્દ્રનગર શિક્ષણનું હબ માનવામાં આવે છે.
ત્યારે શિક્ષણમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના પ્રેસિડેન્ટ ઇન્દ્રજીતસિંહ ઝાલાની કેમ્બ્રિજ સ્કૂલ ખાતે સુરેન્દ્રનગરને યુકે સાથે જોડાણ કરી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની સુવિધા આપવા બદલ તેઓને યશસ્વી પગલાને સિનિયર સિટીઝનએ આવકાર્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગર સીટી મામલતદારની ટીમે શંકાસ્પદ અનાજ ભરેલો ટ્રક ઝડપી કાર્યવાહી કરી
જેના ભાગરૂપે સિનિયર સિટીઝન ક્રિકેટ એન્ડ સોશિયલ ગ્રુપ કલબના મેમ્બર અને ખેલાડીઓ દ્વારા ઇન્દ્રજીતસિંહ ઝાલાનું ફૂલહાર આપી તેમજ સાલ ઓઢાડી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરી આભારની લાગણી સાથે અભિનંદન પણ પાઠવ્યા હતા. આ વેળાએ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશન કલબ સુરેન્દ્રનગર સ્થાપક ભવાનભાઈ ડાભી, પ્રમુખ ભગીરથસિંહ ચુડાસમા સહિત સિનિયર સિટીઝન ગ્રુપના મેમ્બરો પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.