Jackie Shroff Birthday: એક સીન માટે જેકી શ્રોફે અનિલ કપૂરને 17 થપ્પડ માર્યા, પછી મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ

Photo of author

By SOHAM 24 NEWS

Jackie Shroff Birthday: એક સીન માટે જેકી શ્રોફે અનિલ કપૂરને 17 થપ્પડ માર્યા, પછી મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ

Google News Follow Us Link

Jackie Shroff Birthday: એક સીન માટે જેકી શ્રોફે અનિલ કપૂરને 17 થપ્પડ માર્યા, પછી મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ

Jackie Shroff Birthday : 80ના દાયકામાં જેકી શ્રોફ (Jackie Shroff) નામનો સિતારો ચમકતો હતો. જેકી શ્રોફે ફિલ્મોમાં ક્યારેક સંસ્કારી પુત્રની ભૂમિકા ભજવી હતી, તો ક્યારેક ગુંડાની ભૂમિકામાં પણ દર્શકોનું મનોરંજન કર્યું

  • જેકી શ્રોફનો આજે 65મો જન્મદિવસ છે.
  • બોલીવુડમાં ‘જગ્ગુ દાદા’ તરીકે પ્રખ્યાત જેકી શ્રોફ
  • 80ના દાયકામાં જેકી શ્રોફ નામનો સિતારો ચમકતો હતો.
  • જેકી શ્રોફે અત્યાર સુધીમાં લગભગ 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

Jackie Shroff Birthday:  બોલીવુડ (Bollywood)માં ‘જગ્ગુ દાદા’ તરીકે પ્રખ્યાત જેકી શ્રોફ (Jackie Shroff) ની એક્ટિંગ (Acting)ની ચર્ચા આજે પણ થતી હોય છે. મુંબઈ (Mumbai)માં 1 ફેબ્રુઆરી,1957ના રોજ જન્મેલા જેકી શ્રોફનો આજે 65મો જન્મદિવસ (Birthday) છે. 80ના દાયકામાં જેકી શ્રોફ નામનો સિતારો ચમકતો હતો. જેકી શ્રોફે ફિલ્મોમાં ક્યારેક સંસ્કારી પુત્રની ભૂમિકા ભજવી હતી, તો ક્યારેક ગુંડાની ભૂમિકામાં પણ દર્શકોનું મનોરંજન કર્યું. આજે તેમના જન્મદિવસ પર તેમની ફિલ્મ કારકિર્દી (Career) વિષે કેટલી માહિતી જાણીએ.

80ના દાયકામાં જગ્ગુ દાદા દર્શકોના દિલમાં રાજ કરતા

જેકી શ્રોફ ફિલ્મમાં શ્રેષ્ઠ સીન આપવા ખુબ જ મહેનત કરતા હતા, આ સાથે જ પોતાના સહ કલાકારને પણ તેઓ હંમેશા શ્રેષ્ઠ સીન આપવા માટે પ્રેરિત કરતા. ‘જગ્ગુ દાદા’ તરીકે જાણીતા જેકી શ્રોફ આમ જ દર્શકોના દિલ પર રાજ કરતા હતા. 80ના દાયકાની વાત કરીએ તો તે સમયે જેકી શ્રોફ અને અભિનેતા અનિલ કપૂરની જોડી સુપરહિટ રહી હતી. બંને કલાકારોએ સ્ક્રીન પર ઘણી વખત ભાઈઓની ભૂમિકા ભજવતા જોવા મળ્યા. એક ફિલ્મના શૂટિંગ દરમિયાન જેકી શ્રોફે અનિલ કપૂરને 17 વાર થપ્પડ મારી હતી. પણ આવું કેમ બન્યું તે જાણવું પણ ખુબ જ રસપ્રદ બની રહેશે.

Vivoએ ભારતમાં લૉન્ચ કર્યો બીજો એક સસ્તો સ્માર્ટફોન, રિયલી-રેડમી-ઓપ્પોને આપશે ટક્કર, જાણો

જેકી શ્રોફે ફિલ્મ સ્વામી દાદાથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું

જેકી શ્રોફે પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચડિયાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જેકી શ્રોફે ફિલ્મ ‘સ્વામી દાદા’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ તેને ઓળખ સુભાષ ઘાઈ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘હીરો’થી મળી હતી. ‘હીરો’ ફિલ્મ દરમિયાન અભિનેતાનું નામ જય કિશનથી બદલીને જેકી શ્રોફ કરવામાં આવ્યું હતું. જેકી શ્રોફે અત્યાર સુધીમાં લગભગ 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

Birthday Wish: આયુષ્માન ખુરાનાએ તાહિરા માટે લખી બર્થડે નોટ, 21 વર્ષ પહેલાં પત્ની માટે ગાયેલું ગીત કર્યું શેર

જેકી શ્રોફની શ્રેષ્ઠ ફિલ્મો

જેકી શ્રોફ અને અનિલ કપૂરે ‘રામ લખન‘, ‘રૂપ કી રાની ચોરોં કા રાજા‘, ‘પરિંદા‘, ‘કર્મા‘, ‘1942: અ લવ સ્ટોરી‘ અને ‘કભી‘ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ તમામ ફિલ્મો હિટ ફિલ્મ સાબિત થઈ હતી. જેના કારણે જેકી શ્રોફ અને અનિલ કપૂરની જોડી હિટ થઈ ગઈ હતી. આ હિટ ફિલ્મો પૈકી એક ‘પરિંદા’ ફિલ્મ હતી, જેના શૂટિંગ દરમિયાન જેકી શ્રોફે અનિલ કપૂરને 17 થપ્પડ માર્યા હતા.

Jackie Shroff Birthday: એક સીન માટે જેકી શ્રોફે અનિલ કપૂરને 17 થપ્પડ માર્યા, પછી મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ

જેકીએ અનિલને લગભગ 17 વાર થપ્પડ માર્યા હતા

પરિંદા‘ ફિલ્મના શૂટિંગ દરમિયાન જેકી અને અનિલ વચ્ચે થપ્પડ મારવાના સીનનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ફિલ્મના નિર્દેશક વિધુ વિનોદ ચોપડા થપ્પડના સીનથી સંતુષ્ટ થઈ ગયા હતા. પરંતુ અનિલ હજુ થપ્પડના સીનથી સંતુષ્ટ ન હતો અને તેને એક પરફેક્ટ શોટ જોઈતો હતો, તેથી અનિલ વારંવાર રિટેક કરાવતો રહ્યો. આમ, થપ્પડના સીનને પરફેક્ટ બનાવવા – બનાવવામાં જ જેકીએ અનિલને લગભગ 17 વાર થપ્પડ માર્યા હતા. જો કે, તે થપ્પડ એટલા જોરદાર ન હતા કે, અનિલ પડી જાય. આ વાતનો ખુલાસો ખુદ જેકી શ્રોફે એક ટીવી શો દરમિયાન કર્યો હતો. 17 થપ્પડને કારણે ફિલ્મ ચર્ચામાં તો હતી જ પરંતુ જેકી શ્રોફને ફિલ્મ ‘પરિંદા’માં તેમના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળતા તેમની મહેનત રંગ લાવી હતી તેમ કહી શકાય.

Mumbai: બિલ્ડિંગના 20માં માળે લાગી ભીષણ આગ, 3 લોકોના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત

જેકી શ્રોફ હાલમાં ફિલ્મોથી દૂર છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જેકી છેલ્લે 2017માં આવેલી ફિલ્મ સરકાર 2માં જોવા મળ્યા હતા. જેકી સાથે તેની જોડી જમાવનાર અનિલ કપૂરના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે ઘણી ફિલ્મો સાઈન કરી છે અને તેની છેલ્લી ફિલ્મ ‘એકે Vs એક’ વર્ષ 2020માં રિલીઝ થઈ હતી.

જેકી શ્રોફના અંગત જીવન વિષે વાર કરીએ તો જેકીને 2 બાળકો છે. જેમાં એક પુત્ર ટાઈગર શ્રોફ અને પુત્રી ક્રિષ્ના શ્રોફનો સમાવેશ થાય છે. જેકી શ્રોફ હાલ મોટા પડદેથી દૂર છે, પરંતુ તેનો પુત્ર અને અભિનેતા ટાઈગર શ્રોફ હાલ બોલીવુડમાં ધમાલ મચાવી રહ્યો છે. ટાઈગર શ્રોફના સ્ટંટ અને સ્ટાઈલના લખો ચાહકો દિવાના છે. અભિનેતાની પુત્રી ક્રિષ્ના શ્રોફે બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી નથી, પરંતુ ક્રિષ્ના તેના સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ઘણી વખત ચર્ચામાં રહે છે.

બજેટ 2022 LIVE UPDATES: સીતારમણે કહ્યું- 1.5 લાખ પોસ્ટ ઓફિસ ફુલ ફ્લેજ બેન્કિંગ સેવા આપશે, ઈ-પાસપોર્ટ શરૂ થશે, ડિજિટલ સીગ્નેચર માન્ય

વધુ સમાચાર માટે…

NEWS18 ગુજરાતી

Google News Follow Us Link