કિશન ભરવાડ હત્યા કેસ: ધંધૂકાની મસ્જિદમાં ATSનું સર્ચ ઓપરેશન, પોલીસના ધાડા ઉતર્યા, ‘તહેરીક એ નમુને રિસાલત’ પર આશંકા

Photo of author

By SOHAM 24 NEWS

કિશન ભરવાડ હત્યા કેસ: ધંધૂકાની મસ્જિદમાં ATSનું સર્ચ ઓપરેશન, પોલીસના ધાડા ઉતર્યા, ‘તહેરીક એ નમુને રિસાલત’ પર આશંકા

Google News Follow Us Link

કિશન ભરવાડ હત્યા કેસ: ધંધૂકાની મસ્જિદમાં ATSનું સર્ચ ઓપરેશન, પોલીસના ધાડા ઉતર્યા, ‘તહેરીક એ નમુને રિસાલત’ પર આશંકા

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કિશન ભરવાડની હત્યા મામલે જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. બે કટ્ટરવાદી સંગઠનો આ હત્યા કેસમાં હોવાનું સામે આવતા હવે ગુજરાત ATSને તપાસ સોંપવામાં આવી છે.

  • રાજકોટના વ્યક્તિએ મૌલાનાને હથિયાર આપ્યું
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATSને તપાસ સોંપાઈ
  • તહેરીક એ નમુને રિસાલત નામનું સંગઠન પહેલાં તહેરિક એ ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હતું

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કિશન ભરવાડની હત્યા મામલે જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. બે કટ્ટરવાદી સંગઠનો આ હત્યા કેસમાં હોવાનું સામે આવતા હવે ગુજરાત ATSને તપાસ સોંપવામાં આવી છે. તહેરીક એ નમુને રિસાલત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે.આ સંગઠન પહેલાં તહેરિક એ ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હતું. તેનો પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીકે લબ્બેક સાથે સંબંધ છે. બીજી તરફ આ કેસના તાર હવે રાજકોટ પહોંચ્યા છે. રાજકોટની વ્યક્તિએ મૌલાના ઐયુબને હથિયાર આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ધંધુકાની મસ્જિદમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

અમદાવાદમાં મોટી દુર્ઘટના: નારણપુરામાં ભેખડ ધસી પડતાં બે શ્રમિકોના કરૂણ મોત, એકનું રેસ્ક્યૂ

કિશનને મારી નાંખવાની ધમકીઓ મળતી

કિશન દ્વારા પોસ્ટ મુકાયા બાદ આરોપી શબ્બીરે તેને સબક શીખવાડવાનું નક્કી કરતા દરરોજ ધંધુકાથી અમદાવાદ જમાલપુર મૌલવીને મળવા જતો હતો. સોશિયલ મીડિયામાં કિશન દ્વારા મુકવામાં આવેલી પોસ્ટ બાદ સમાધાન અને પોલીસ કાર્યવાહી બાદ પણ ધમકીઓ મળતી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સૂત્રો મુજબ કિશનને મારી નાખવાની ધમકીઓ પણ મળતી હતી. ધમકીઓ મળવાની શરૂ થતા પરિવારજનો તેને બહાર ન નીકળવાની પણ સલાહ આપતા હતા તેથી ઘરની બહાર દેખાતો ન હતો. આરોપી શબ્બીરે રેકી કરી હોવાનું પણ સામે આવ્યું છે.

કિશન ભરવાડ હત્યા કેસ: ધંધૂકાની મસ્જિદમાં ATSનું સર્ચ ઓપરેશન, પોલીસના ધાડા ઉતર્યા, ‘તહેરીક એ નમુને રિસાલત’ પર આશંકા

અમદાવાદ ગ્રામ્ય પોલીસની 7 ટીમો તપાસમાં જોડાઈ

આ કેસની તપાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની 7 ટીમો જોડાઈ છે. તે ઉપરાંત અમદાવાદની ક્રાઈમ બ્રાંચ અને ગુજરાત ATS પણ મૌલવીની શોધખોળમાં લાગી છે. ઈસ્લામિક સંગઠન સાથે મળીને યુવાનોને ભડકાવવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે. પાકિસ્તાનના 3થી 4 સંગઠનના નામ હાલમાં સામે આવ્યાં છે. આજે ગ્રામ્ય પોલીસ જમાલપુરના મૌલવીને કોર્ટમાં રજુ કરશે અને 14 દિવસના રીમાન્ડની માંગ કરશે.

કિશન ભરવાડ હત્યા કેસ: ધંધૂકાની મસ્જિદમાં ATSનું સર્ચ ઓપરેશન, પોલીસના ધાડા ઉતર્યા, ‘તહેરીક એ નમુને રિસાલત’ પર આશંકા

હત્યા કેસમાં મુંબઈના મૌલવી કમરનું નામ ખુલ્યું

આ હત્યા કેસમાં મુંબઈના મૌલવી કમરનું નામ ખુલ્યું છે. કમર સહિત અન્ય લોકોની પણ આ કેસમાં સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે આ કમર નામના મૌલવીને શોધવા માટે અલગ અલગ ટીમ બનાવી છે. મૌલાના ઐયુબ હથિયાર ક્યાંથી લાવ્યો તે દિશામાં પણ તપાસ તેજ કરાઈ છે. હથિયાર માટે આર્થિક વ્યવહાર કર્યો છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે. હથિયાર મસ્જિદમાં ક્યાંથી અને કેવી રીતે આવ્યું તેની પણ તપાસ થઈ રહી છે. તહેરીક એ નમુને રિસાલત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. આ સંગઠન પહેલાં તહેરિક એ ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હતું. તેનો પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીકે લબ્બેક સાથે સંબંધ છે.

આવી ગઈ છે નાકથી લેવાય તેવી વેક્સિન, ભારત બાયોટેકને પરીક્ષણ માટે મળી મંજૂરી, જાણો કોણ કોણ લઈ શકશે

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link