આવી ગઈ છે નાકથી લેવાય તેવી વેક્સિન, ભારત બાયોટેકને પરીક્ષણ માટે મળી મંજૂરી, જાણો કોણ કોણ લઈ શકશે

Photo of author

By SOHAM 24 NEWS

આવી ગઈ છે નાકથી લેવાય તેવી વેક્સિન, ભારત બાયોટેકને પરીક્ષણ માટે મળી મંજૂરી, જાણો કોણ કોણ લઈ શકશે

Google News Follow Us Link

આવી ગઈ છે નાકથી લેવાય તેવી વેક્સિન, ભારત બાયોટેકને પરીક્ષણ માટે મળી મંજૂરી, જાણો કોણ કોણ લઈ શકશે

DGCI દ્વારા ભારત બાયોટેકને નેઝલ વેક્સિનના પરિક્ષણ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ વેક્સિનનો ઉપયોગ બૂ્સ્ટર ડોઝ તરીકે કરવામાં આવશે. પરંતુ જે લોકોએ કોવેક્સિનના ડોઝ લીધા હશે તેમને જ આ વેક્સિન મળશે.

  • ભારત બાયોટેકને ઈંટ્રા નેઝલ વેક્સિનના પરિક્ષણની મળી મંજૂરી
  • બૂસ્ટર ડોઝ તરીકે આ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવશે
  • જે લોકોએ કોવેક્સિન લીધી છે તેમને જ મળશે આ વેક્સિન

DCGI દ્વારા ભારત બાયોટેકને તેમની નાકથી આપવા વાળી વેક્સિનની ટ્રાયલ માટે છૂટ આપી દેવામાં આવી છે. જેથી ટૂંક સમયમાંજ હવે લોકો આ વેક્સિન લઈ શકશે. આ વેક્સિન કોરોનાના વધતા કેસો સામે અસરકાર સાબિત થઈ શકે છે. જેથી તેને મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે આ વેક્સિનનો ઉપયોગ બૂસ્ટર ડોઝ તરીકે કરવામાં આવી શકે છે.

9 જગ્યાઓ પણ પરિક્ષણ કરાશે :-

આ ઈંટ્રા નેજલ વેક્સિનના ડોઝ દ્વારા દેશમાં જે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેના પર કંટ્રોલ મેળવી શકાશે. જેથી કોરોના મહામારીમાં આ વેક્સિન મોટું હથિયાર સાબિત થઈ શકે છે. નાકથી આપવા વાળી આ વેક્સિનનું પરીક્ષણ દેશમાં 9 જગ્યાઓ પર કરવામાં આવશે.

અત્યંત દુ:ખદ સમાચાર, અનુપમા શોની આ અભિનેત્રીનું નિધન, શોકમાં ડૂબી ‘અનુપમા’

કોરોના સામેની જંગમાં મળશે મોટી રાહત :-

ભારત બાયોટેક દ્વારા તેમની સ્વદેશી વેક્સિન કોવેક્સિન બનાવામાં આવી છે. જે વેક્સિનને કારણે કોરોના સામેની જંગમાં દેશને મોટી રાહત મળી છે. જોકે કંપની હવે બૂસ્ટર ડોઝ તરીકે નાકથી આપવા વાળી વેક્સિન તૈયાર કરી રહી છે. જેને પરિક્ષણ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. જેમા 9 જગ્યાએ તેનું પરિક્ષણ કરવામાં આવશે.

કોવેક્સિન લીધી હશે તેના પર પરિક્ષણ થશે :-

મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારત બાયોટેક દ્વારા જે નેઝલ વેક્સિન આપવામાં આવશે તેમા જે લોકોએ પહેલા વેક્સિન  લઈ લીધી છે તે લોકો પર બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. એટલે કે આ વેક્સિનનો પરીક્ષણ એવા લોકો પર કરવામાં આવશે જે લોકોએ પહેલાથી કોવેક્સિન લીધી હશે.

અમારે કોઈનું ધર્મપરિવર્તન નથી કરવું, પરંતુ જીવવાની પદ્ધતિ શીખવવી છેઃ મોહન ભાગવત

બાળકો માટે પણ વેક્સિન સુરક્ષીત :- 

ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેક દ્વારા અગાઉ એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે તેમના દ્વારા જે નેઝલ વેક્સિન બનાવામાં આવશે તે બાળકો માટે સુરક્ષિત અને સહન કરી શકાય તેવી છે. વૈજ્ઞનિકોનું કહેવું છે કે ઈન્ટ્રાનૈજલ વેક્સિન નાક તેમજ ફેફસાને મજબૂત કરે છે. જેના કારણે કોરોના સામે પણ રક્ષણ મળી રહેશે.

નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઉજવણી, બોર અર્પણ કરવા ભાવિકો ઉમટયાં

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી

Google News Follow Us Link