સુરેન્દ્રનગર થાનગઢ કોવિડ સેન્ટરની જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ મુલાકાત લઈને સમીક્ષા કરી
- થાનગઢ કોવિડ સેન્ટરની જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ મુલાકાતને લઇને માહિતી મેળવી.

થાનગઢ કોવિડ સેન્ટરની જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ મુલાકાતને લઇને માહિતી મેળવી. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાની આગેવાની હેઠળ જિલ્લા ભાજપના કાર્યકરો દ્વારા થાનગઢ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી.
આ વેળાએ તેઓની સાથે જયદીપભાઇ ખાચર, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, જગદીશભાઈ પરમાર, પ્રદીપભાઈ, તેજાભાઈ, શૈલેષભાઈ તેમાજ થાનગઢ નગરપાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયા, લાખાભાઈ ભરવાડ, પ્રતાપભાઈ ખાચર, ભુપેન્દ્રભાઈ લકુમ, ધર્મેશભાઈ સરવાડિયા વિગેરેઓ પણ સાથે જોડાયા હતા.
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની બજેટ બેઠક યોજાઇ હતી
જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાએ કોવિડ સેન્ટરમાં દાખલ દર્દીઓને આપવામાં આવતી સારવાર બાબતે જાત નિરીક્ષણ કરીને માહિતી મેળવી હતી. તેમજ દર્દીઓના ખબર અંતર પૂછીને ડોક્ટર સાથે વિચાર વિમર્શ કરી હોસ્પિટલમાં પૂરી પાડવામાં આવતી સગવડતા બાબતની માહિતી પણ મેળવી હતી.