સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની બજેટ બેઠક યોજાઇ હતી

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની બજેટ બેઠક યોજાઇ હતી

  • સુરેન્દ્રનગર પાલિકાની બજેટ બેઠકમાં અમૃતમ યોજના, શહેરી વિકાસ યોજના અને જાહેર આરોગ્ય અને સવલતો માટેનું બજેટ રજૂ કરાયું હતું.
  • જેમાં અંદાજપત્રમાં ખુલતી સિલક 270 કરોડ 10 લાખ 69 હજાર 339 દર્શાવવામાં આવી હતી
  • ફિલ્ટર પ્લાન્ટ, સંપ, પાણીની ટાંકી, ભૂગર્ભ ગટર યોજના, વરસાદી પાણીનો નિકાલ તેમજ જુદા જુદા વોર્ડમાં નવા ગાર્ડનો બનાવવાનું આયોજન
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની બજેટ બેઠક યોજાઇ હતી
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની બજેટ બેઠક યોજાઇ હતી

સુરેન્દ્રનગર પાલિકાની બજેટ બેઠકમાં અમૃતમ યોજના, શહેરી વિકાસ યોજના અને જાહેર આરોગ્ય અને સવલતો માટેનું બજેટ રજૂ કરાયું હતું. સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ સંયુક્ત નગરપાલિકા ખાતે વર્ષ 2020-21 સુધારેલ અંદાજપત્ર તેમજ 2022 નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજપત્રમાં ખુલતી સિલક 270 કરોડ 10 લાખ 69 હજાર 339 દર્શાવવામાં આવી હતી જેની સામે 270 કરોડ 8 લાખ ખર્ચ પણ દર્શાવવામાં આવ્યો હતો ત્યારે બંધ સિલક 2,69,369 દર્શાવવામાં આવી હતી.

સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિર ખાતે સર્વ જ્ઞાતિ કોવિડ-19 માટે રસીકરણ કેમ્પનું આયોજન

બજેટમાં અમૃતમ યોજના અંતર્ગત ફિલ્ટર પ્લાન્ટ, સંપ, પાણીની ટાંકી, ભૂગર્ભ ગટર યોજના, વરસાદી પાણીનો નિકાલ તેમજ જુદા જુદા વોર્ડમાં નવા ગાર્ડનો બનાવવાનું આયોજન અને વઢવાણ જોનમાં નવી પાણીની પાઈપલાઈન, ફિલ્ટર પ્લાન્ટ, સંપ તથા ઘરે ઘરે પાણી કનેક્શન આપવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જાહેર થવા પામ્યું હતું. આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે શહેરના વિવિધ રસ્તાઓ બાબતે આયોજન કરવા તેમજ મેક્સન સર્કલ થી વડનગર ડેમ સુધી ફ્લાય ઓવર રતનપર ભોગાવા કાંઠે રિવરફ્રન્ટ તથા રસ્તાની કામગીરી નવા જંકશન થી રામનગર તરફ જતા રેલવેની નીચેનું નાળું બનાવવાનું આયોજન સહિતના વિકાસકીય કામો અને વધુ વેગવંતો બનાવવાની બેઠકમાં સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.

વધુ સમાચાર માટે…

થાનગઢ આંબેડકર નગર 1 માં લગાવેલા સીસીટીવી કેમેરાની ચોરી કરી ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ