વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજના આગેવાને શાળાની બિલ્ડિંગ અને બસો કોવિડની કામગીરી માટે અર્પણ કરી
- સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસના કારણે ક્ષત્રિય સમાજે શાળાની બિલ્ડિંગ અને બસો કોવિડની કામગીરી માટે અર્પણ કરી.
સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસના કારણે ક્ષત્રિય સમાજે શાળાની બિલ્ડિંગ અને બસો કોવિડની કામગીરી માટે અર્પણ કરી. સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસોના કારણે અલગથી કોવિડ સેન્ટરો શરૂ કરીને દર્દીઓને પડતી હાલાકી દૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ત્યારે આ માનવતાના પ્રયાસમાં કેટલાક ઉદ્યોગપતિઓ અને સેવાભાવી લોકો પણ આગળ આવવાની તૈયારી દર્શાવતા
તેમના બિલ્ડીંગો કોવિડ સેન્ટર માટે કાર્યરત કરવાની તૈયારી દર્શાવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના લક્ષણો દેખાતા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરાઈ
ત્યારે શ્રી તેજુબા હેમુભા વાઘેલા વિધાલય વિરપર ખાતે સંચાલન દેવપાલસિંહ જશુભા વાઘેલા અને ધનરજસિંહ જસુભા વાઘેલા પ્રમુખ ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ બોર્ડિંગ સુરેન્દ્રનગર દ્વારા વિશ્વની મહામારી કોરોના જેવી આફતો સામે લડવા માટે સમર્પણની ભાવના દર્શાવીને શાળાનું બિલ્ડીંગ તથા બસો કોવિડની કામગીરીના વપરાશ માટે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખને શાળાનું બિલ્ડીંગ તેમજ શાળાની બસો અર્પણ કરવામાં આવી છે.