સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક લેન્ડ ગ્રેબિંગ બાબતે ફરિયાદ નોંધાઈ
- સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક લેન્ડ ગ્રેબિંગ બાબતે ફરિયાદ નોંધાઈ.
- ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 હેઠળ ગુનો નોંધીને ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક એચ.પી. દોશી ચલાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક લેન્ડ ગ્રેબિંગ બાબતે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક લેન્ડ ગ્રેબિંગ બાબતે ફરીયાદ થવા પામી છે.આ બનાવમાં ફરિયાદી ભરતસિંહ સોલંકીએ સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ લેખિત અરજી આપી તપાસની માંગ કરી હતી. આથી અરજી રજૂઆતની તપાસ નાયબ પોલીસ અધિક્ષક તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વઢવાણનાઓએ તપાસ કરતાં દસ્તાવેજી પુરાવાઓ તથા સ્થળ પરીક્ષણના આધારે ફરિયાદીની જમીન દામજીભાઈ ગોહિલે પચાવી પાડી તેમાં પોતાનું મકાનનું બાંધકામ કરેલ હોવાનું તપાસ દરમિયાન જણાઇ આવતાં આ બાબતે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 હેઠળ ગુનો નોંધીને ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક એચ.પી. દોશી ચલાવી રહ્યા છે અને સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી અટક કરવાની તજવીજ પણ ચાલુ હોવાનું જાહેર થવા પામ્યું છે.
થાનગઢ: બ્રહ્મ સમાજની વાડી ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો