Site icon સોહમ 24 ન્યુઝ

Patan : યુવતી પર થયેલા હુમલા મુદ્દે પોલીસે કર્યો મોટો ખુલાસો, બંનેના સંબંધને લઈને શું કર્યો મોટો ધડાકો?

Patan : યુવતી પર થયેલા હુમલા મુદ્દે પોલીસે કર્યો મોટો ખુલાસો, બંનેના સંબંધને લઈને શું કર્યો મોટો ધડાકો?

Google News Follow Us Link

ઇન્વેસ્ટિગેશનમાં પૈસાનો એંગલ પણ સામે આવ્યો છે. યુવકે ત્યાં જઈને પોતાના જ નંબરથી યુવતીના પિતા ઉપર ફોન કરે છે. પ્રેમ વિક્ષેપ કે મૈત્રી વિક્ષેપ અને પૈસાની જે બાબત હતી તેને લઈને ઘટના બનેલી છે.

પાટણઃ રાધનપુરના શેરગઢ ગામમાં યુવતી પર જીવલેણ હુમલો થતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. યુવતીને વધુ સારવાર અર્થે રાધનપુરથી પાટણના ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ગામમાં અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. યુવતી પર હુમલો કરનાર યુવકને તાત્કાલિક પોલીસે ઝડપી પાડ્યો છે. ગઈ કાલે એક તરફી પ્રેમમાં યુવકે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. જોકે, હવે આ મામલે મોટો ધડાકો થયો છે.

પાટણના એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, યુવકે યુવતી પર હુમલો કર્યો તે વાત સાચી છે તેથી આ બાબતે કડક તપાસ અને યુવક પર કાયદેસરની કાર્યવાહી થશે. યુવતી અને યુવક લાંબા સમયથી પરિચિયમાં હતા. બંને વચ્ચે ટેલિફોનિક વાત થઇ છે તે નંબરની તપાસ કરી રહ્યા છીએ. ઘટનાની તપાસમાં પૈસાની બાબત પણ સામે આવી છે.

આવી ગઈ છે નાકથી લેવાય તેવી વેક્સિન, ભારત બાયોટેકને પરીક્ષણ માટે મળી મંજૂરી, જાણો કોણ કોણ લઈ શકશે

તેમણે કહ્યું કે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. આને સોશિયલ મીડિયા પર અલગ રંગ આપવામાં આવ્યો છે. જોકે, બંનેમાં અંતર છે. ફરિયાદમાં દીકરીએ લખાવ્યું છે કે, બંનેને પરિચય હતો. જેથી અમે સાયન્ટિફિક રીતે તપાસ આગળ વધારી છે.  કુલ પાંચ નંબરોને આઇડન્ટી ફાઇવ કરેલા છે. આ નંબરોનું એનાલિસિસ કરતાં એ તો સાબિત થાય છે કે, આ નંબરોની વચ્ચે ઘણી વખત વાતચીત થઈ હતી.

તેમણે કહ્યું કે, ઇન્વેસ્ટિગેશનમાં પૈસાનો એંગલ પણ સામે આવ્યો છે. યુવકે ત્યાં જઈને પોતાના જ નંબરથી યુવતીના પિતા ઉપર ફોન કરે છે તેમજ જે ઘટના હતી તે વર્ણવે છે. ત્યાર બાદ પ્રેમ વિક્ષેપ કે મૈત્રી વિક્ષેપ અને પૈસાની જે બાબત હતી તેને લઈને ઘટના બનેલી છે. આ તમામ પાસાઓ પર પોલીસ વર્ક કરી રહી છે. સોશિયલ મીડિયા પર જે વિગતો ફરે છે, તેને લોકો સાચી ન માને.

શિક્ષણ તંત્ર ખાડે ગયુ… શાળાઓને કોણે ગૂપચૂપ ફી વધારવાની મંજૂરી આપી?

આ અંગેની વિગતો એવી છે કે, શેરગઢની યુવતી ઘરે એકલી હતી ત્યારે યાસીન માજીશા બલોચ નામનો યુવાન અચાનક ઘરમાં ઘૂસી ગયો હતો અને યુવતી કંઇ વિચારે તે પહેલા તો છરીના ઘા મારી દીધા હતા. હુમલો થતાં યુવતીએ બૂમાબૂમ કરી મુકી હતી. જેથી આસપાસ રહેતી મહિલાઓ યુવતીના ઘરે દોડી આવી હતી. આ પછી યુવતીના પરિવારના સભ્યોને ફોન કરતાં તેઓ પણ ઘરે દોડી આવ્યા હતા.

બીજી તરફ યુવતીએ બૂમાબૂમ કરતાં દોડી આવેલા લોકોએ યાસીનને પકડી લીધો હતો. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ પણ દોડી આવી હતી અને યુવકને જેલ હવાલે કરી દેવાયો હતો. પોલીસે હુમલખોર યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કિશન ભરવાડ હત્યા કેસ: ધંધૂકાની મસ્જિદમાં ATSનું સર્ચ ઓપરેશન, પોલીસના ધાડા ઉતર્યા, ‘તહેરીક એ નમુને રિસાલત’ પર આશંકા

વધુ સમાચાર માટે…

abp અસ્મિતા

Google News Follow Us Link

Exit mobile version