સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને જુનિયર ક્લાર્ક પરીક્ષા સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ

Photo of author

By rohitbhai parmar

Press Conference – સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને જુનિયર ક્લાર્ક પરીક્ષા સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને જુનિયર ક્લાર્ક પરીક્ષા સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ

  • પરીક્ષાના કુલ 56 કેન્દ્રોની તમામ જગ્યાઓ સીસીટીવી કેમેરાથી સજ્જ16,260 ઉમેદવારો પરીક્ષા આપશે
  • પરીક્ષા સંદર્ભે મૂંઝવણ અંગે જિલ્લાની હેલ્પલાઇન નંબર 02752-282 019 તથા 02752-283752 પર સંપર્ક કરી શકાશે 

આગામી તારીખ 9 એપ્રિલના રોજ રાજ્યભરમાં જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા યોજાનાર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ પરીક્ષાનાં આયોજન સંદર્ભે આજે કલેકટરશ્રી કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સભાખંડ ખાતે એક પત્રકાર પરિષદ યોજાઇ હતી.

પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટે જણાવ્યું હતું કે 9 એપ્રિલના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના 56 પરીક્ષા કેન્દ્રો ખાતે બપોરે 12:30 થી 1:30 કલાક સુધી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવાની વર્ગ-3 સંવર્ગની જુનિયર ક્લાર્ક(વહીવટ/હિસાબી)ની પરીક્ષા યોજાશે. અન્ય જિલ્લાના કુલ 16,260 ઉમેદવારો સુરેન્દ્રનગર ખાતેથી આ પરીક્ષા આપશે. પરીક્ષાના કુલ 56 કેન્દ્રોમાં તમામ વર્ગખંડ લોબી, મેદાન વગેરે તમામ જગ્યાઓ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે લેખિત સ્પર્ધાત્મક પરીક્ષાનું સુચારુ આયોજન અને સંચાલન થાય, ઉમેદવારો વિશ્વાસપૂર્વક અને નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે પોલિસ ડિપ્લોયમેન્ટ પ્લાન સહિતનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે નિયત SOP અનુસાર 56 બોર્ડ પ્રતિનિધિ, 56 કેન્દ્ર સંચાલકો, 542 વર્ગખંડ નિરીક્ષકો, 181 સુપરવાઇઝરો, 56 સીસીટીવી ઓબ્ઝર્વેર, 17 રૂટ સુપરવાઇઝર /આસિસ્ટન્ટ સુપરવાઈઝર, 17 વિડીયોગ્રાફર, એસ.ડી.એમ. નાયબ કલેક્ટર કક્ષાનાં જિલ્લા ઓબ્ઝર્વર સહિત તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓના વડપણ હેઠળ કુલ 17 ફ્લાઈંગ સ્કવોડ તથા 482 પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને જુનિયર ક્લાર્ક પરીક્ષા સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ઉમેદવારોનું પરીક્ષા કેન્દ્ર ખાતે ફ્રિસ્કિંગ કરવા બાબતે કેન્દ્ર દીઠ 2 મહિલા પોલીસ તથા 2 પુરુષ પોલીસ તેમજ પરીક્ષા કેન્દ્ર તથા ટ્રાફિક વ્યવસ્થા બાબતે અન્ય 2 પોલીસ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરીક્ષામાં કોલ લેટર, પેન, આઈડી પ્રુફ સિવાય કોઈપણ ચીજવસ્તુ પરીક્ષા ખંડમાં  લઈ જઈ શકાશે નહીં. પરીક્ષા માટે ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર ખાતે સવારે 11.00 કલાકથી 12.00 કલાક સુધી પ્રવેશ મેળવી લેવાનો રહેશે. વધુમાં તેમણે જિલ્લાવાસીઓને પરીક્ષા અન્વયે સહકાર આપવા અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા સંદર્ભે કોઈ મૂંઝવણ હોય તો જિલ્લાની હેલ્પલાઇન નંબર 02752-282 019 તથા 02752-283752 પર સંપર્ક કરી શકાશે.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન. મકવાણા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી વિશ્વરાજસિંહ જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કે.એન.બારોટ, નાયબ માહિતી નિયામકશ્રી તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પાટડી ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં વરદહસ્તે રૂ.1214.50 લાખનાં કામોનું ખાતમુર્હુત અને રૂ.158 લાખનાં કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link