નવી શિક્ષણનીતિના સેમિનારમાં બોટાદના રત્નાકર નાંગર

Photo of author

By SOHAM 24 NEWS

નવી શિક્ષણનીતિના સેમિનારમાં બોટાદના રત્નાકર નાંગર

  • ‘નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં શિક્ષણની ભુમિકા’ વિષય પર યોજાયેલ
  • શ્રી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા નં.13 ના શિક્ષણ શ્રી રત્નાકર નાંગરએ ઉપસ્થિત રહી શાળાનું અને બોટાદનું ગૌરવ વધારેલ છે.
  • આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અચલા ફાઉન્ડેશનના પ્રણેતા. ડૉ.મફતલાલ પટેલે જહેમત ઉઠાવી હતી.
નવી શિક્ષણનીતિના સેમિનારમાં બોટાદના રત્નાકર નાંગર
નવી શિક્ષણનીતિના સેમિનારમાં બોટાદના રત્નાકર નાંગર

તાજેતરમાં અચલા ફાઉન્ડેશનના ઉપક્રમે નવી શિક્ષણ નીતિ અંગેનો સેમિનાર અમદવાદના જી.એમ.ડી.સી. ઓડિટોરિયમમાં ગુજરાતના મહામહિમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અને શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ ગયો.

નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં શિક્ષણની ભુમિકા‘ વિષય પર યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના આ સેમિનારમાં રાજયભરમાંથી શિક્ષણકારો, સાહિત્યકારો અને કેળવણીકારોને નિમંત્રિત કરવામાં આવેલ. જે પૈકી સમગ્ર બોટાદ જિલ્લામાંથી બોટાદની શ્રી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા નં.13 ના શિક્ષણ શ્રી રત્નાકર નાંગરએ ઉપસ્થિત રહી શાળાનું અને બોટાદનું ગૌરવ વધારેલ છે.

સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્વચ્છતા જાળવવા માટે ચીફ ઓફિસર દ્વારા 200 થી 500 નો દંડ ફટકારવામાં આવશે

પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ, જી.સી.ઇ.આર.ટી. નિયામક ડૉ.ટી.એસ.જોશી, પૂર્વ મુખ્ય સચિવશ્રી પી.કે.લહેરી, વરિષ્ઠ સર્જક, ડૉ.કેશુભાઇ દેસાઇ વગેરેએ નવી શિક્ષણનીતિ વિશે પ્રાસંગિક ઉદબોધન કરેલ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અચલા ફાઉન્ડેશનના પ્રણેતા. ડૉ.મફતલાલ પટેલે જહેમત ઉઠાવી હતી.

વલસાડ હાલર સર્કલને મહાનગરોના સર્કલ જેવા હાઈટેક ઝીબ્રા ક્રોસિંગ બનાવી, અકસ્માત ઘટાડવા પ્રયાસ

વધુ સમાચાર માટે…