આકાશવાણી રેડિયો સ્ટેશન પર રત્નાકર નાંગર
- જ્ઞાન-માહિતી અને મનોરંજનનું બહુ જૂનું સબળ માધ્યમ એટલે રેડિયો
- વિવિધ વર્ગના લોકો માટે સુંદર કાર્યક્રમો

જ્ઞાન-માહિતી અને મનોરંજનનું બહુ જૂનું સબળ માધ્યમ એટલે રેડિયો આકાશવાણી જેની ઉપર વિવિધ ક્ષેત્રોના વિશેષ વ્યક્તિઓ દ્વારા વિવિધ વર્ગના લોકો માટે સુંદર કાર્યક્રમો રજૂ થાય છે.
આકાશવાણીની આ વણથંભી વિકાસયાત્રામાં બાળકો માટેનો ‘એન ઘેન દીવા ઘેન‘ પ્રોગ્રામમાં હાલમાં જ રાજકોટ સ્ટેશન દ્વારા બોટાદના સર્જકશ્રી રત્નાકર નાંગરની પસંદગી થતાં તેમની બાળ વાર્તાનું આકાશવાણી સ્ટુડિયો પર રેકોર્ડિંગ કરવામાં આવેલ જેનું પ્રસારણ સદર કાર્યક્ર્મમાં કરવામાં આવેલ છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે શ્રી રત્નાકર નાંગરની બાળવાર્તાઓનું અગાઉ દૂરદર્શન પર તથા તેમની હાસ્ટ પેરોડી રચનાઓનું અન્ય વિવિધ ચેનલ્સ પર પ્રસારણ થયેલ છે.