રાજસ્થાની ભપકાદાર બાજરાની ખીચડી બનવાની રેસીપી
- જ્યારે ઘરે જ કંઇક બનાવીને ખાવાની ઇચ્છા થાય ત્યારે પ્રથમ તો મનમાં ખીચડીની જ યાદ આવે.
- રાજસ્થાની ભપકાદાર બાજરાની ખીચડી તમને જરૂર સંતોષ આપશે.
- દહીં સાથે ખાવાથી સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે.
- બાજરાની ખીચડી એવી મલાઇદાર અને મધુર ખુશ્બુદાર બને છે
- આપણા શરીરમાં સ્નાયુપેશી બનાવવામાં મદદરૂપ થાય છે.
જ્યારે ઘરે જ કંઇક બનાવીને ખાવાની ઇચ્છા થાય ત્યારે પ્રથમ તો મનમાં ખીચડીની જ યાદ આવે. તમારો આખા દીવસનો થાક ઉતારી તન અને મનને સ્વસ્થ રાખતી આ રાજસ્થાની ભપકાદાર બાજરાની ખીચડી તમને જરૂર સંતોષ આપશે.
રાજસ્થાનમાં ચોખાને બદલે બાજરાનો ઉપયોગ વધુ પડતો થાય છે એટલે આ ખીચડીમાં પણ દેશના બીજા પ્રદેશમાં બનતી ચોખાની ખીચડીથી અલગ બાજરાનો ઉપયોગ થયો છે. આ બાજરાની ખીચડી એવી મલાઇદાર અને મધુર ખુશ્બુદાર બને છે કે તે તમને શારીરિક અને માનસિક આરામ આપી, દહીં સાથે ખાવાથી સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે.
જો તમને આ ખીચડી અલગ રીતે માણવી હોય તો તમે બાજરા અને મગની દાળ સાથે પ્રેશર કુકરમાં થોડા સમારેલા શાકભાજી ઉમેરી શકો અથવા આ ખીચડીને વિવિધ મસાલાનો વઘાર પણ આપી શકો.
તૈયારીનો સમય: 5 મિનિટ પલાળવાનો સમય: 8 કલાક
બનાવવાનો સમય: 18 મિનિટ
કુલ સમય : 8 કલાક 23 મિનિટ
સામગ્રી
1/2 કપ બાજરી , 8 કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલી
1/2 કપ પીળી મગની દાળ , ધોઇને નીતારી લીધેલી
મીઠું , સ્વાદાનુસાર
1 ટેબલસ્પૂન ઘી
1 ટીસ્પૂન જીરૂ
1/2 ટીસ્પૂન હીંગ
1/4 ટીસ્પૂન હળદર
કાર્યવાહી
1 એક પ્રેશર કુકરમાં બાજરી, મગની દાળ, મીઠું અને 2 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી કુકરની 4 સીટી સુધી બાફી લો.
2 કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
3 એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
4 જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
5 તે પછી તેમાં બાફેલી બાજરી-મગની દાળનું મિશ્રણ અને થોડું મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
6 તરત જ પીરસો.
સ્ટફ્ડ ભીંડાને એક અલગ રીતે બનાવો, જે બપોરના ભોજનથી લઈને રાત્રિભોજન સુધી શ્રેષ્ઠ છે
બાજરાની ખીચડી તૈયાર કરવા માટે :-
બાજરાની ખીચડી (રાજસ્થાની બાજરાની ખીચડી) બનાવવા માટે પ્રથમ બાજરાને એક ઊંડા બાઉલમાં મૂકી પાણી વડે 2 થી 3 વખત ધોઇ લો. તે પછી બાઉલમાં જરૂરી પાણી સાથે બાજરાને પલાળવા મૂકો. બાઉલને ઢાંકીને લગભગ 8 કલાક માટે બાજુ પર રાખો. જો તમારી પાસે 8 કલાકનો સમય ન હોય તો 4 કલાક સુધી પલાળી રાખ્યા બાદ બાજરાને મિક્સરમાં થોડો સમય ફેરવીને કરકરૂં પાવડર તૈયાર કરી લો.
પલાળેલા બાજરા 8 કલાક પછી આવા દેખાશે. પલાળેલા બાજરા અને નાચની આપણા શરીરને ગરમાશ આપે છે અને તે ઉપરાંત ઠંડીના દીવસોમાં તેનો ઉપયોગ કરવો સલાહભર્યું ગણાય છે કારણકે તે પોષકતત્વોના શોષણમાં મદદરૂપ થાય છે. આપણા શરીરમાં સ્નાયુપેશી બનાવવામાં મદદરૂપ થાય છે. હવે બાજરાને ગરણી વડે ગાળીને બાજુ પર રાખો. હવે પીળી મગની દાળ ગરણીમાં મૂકી નળની નીચે વહેતા પાણી વડે 2 થી 3 વખત ધોઇ લો. તે પછી તેને સંપૂર્ણ રીતે ગાળીને બાજુ પર રાખો.
બાજરા ખીચડી બનાવવાની રીત :-
1 એક પ્રેશર કુકરમાં પલાળેલા બાજરાને રાખો.
2 તે પછી તેમાં પીળી મગની દાળ મેળવો.
3 તેમાં મીઠું મેળવો.
4 તેમાં 2 કપ પાણી ઉમેરો.
5 ચમચા વડે તેને સારી રીતે મિક્સ કરી લો.
6 પ્રેશર કુકરને ઢાંકી ૪ સીટી સુધી બાફી લો. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી ઢાંકણ ખોલો.
બાજરાની ખીચડીના તડકા માટે :-
1 એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી લો.
2 ઘી જ્યારે ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરૂ મેળવો.
3 જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને હળદર પાવડર મેળવો.
4 મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
5 હવે તેમાં રાંધેલા બાજરા-પીળી મગની દાળનું મિશ્રણ ઉમેરો.
6 બાજરાની ખીચડીમાં થોડું મીઠું મેળવો. અહીં યાદ રાખવાનું છે કે આપણે આગળ પણ ખીચડીમાં મીઠું મેળવેલું છે.
7 મિશ્રણને બરોબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
8 ઘી વડે સજાવીને આ બાજરા ખીચડીને દહીં સાથે પીરસો.
રામાયણ સિરિયલની દીપિકા ચિખલિયાના સસરાનું નિધન, ભાવુક થતાં કહ્યું- હંમેશાં મને દીકરી માની