વઢવાણ સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં પૈસા બાબતે મનદુઃખ રાખીને હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ
- સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં પૈસા બાબતે મનદુઃખ રાખીને હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ.
- એક લાખ રૂપિયા 5 ટકા લેખે વ્યાજે લીધા હતા અને ત્રણ મહિના પછી દોઢ લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા.
સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં પૈસા બાબતે મનદુઃખ રાખીને હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં ટ્રેડર્સની દુકાને પૈસાની માથાકૂટ ઉશ્કેરાય જઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ય માહિતી મુજબ ફરિયાદીના કાકા જે હયાત નથી તેમને અગાઉ એક લાખ રૂપિયા 5 ટકા લેખે વ્યાજે લીધા હતા અને ત્રણ મહિના પછી દોઢ લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. જે પૈસા કટકે-કટકે સાત થી આઠ લાખ રૂપિયા આપી દીધા હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. તેમ છતાં અઢી લાખની માંગણી કરતાં ન હોવાના કારણે મકાનની ચાવી લઇ લીધી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં લોકોના મનમાં કોરોનાનો ભય દૂર કરવા વાક્યો લખાયા
આથી ફરિયાદીએ મકાન વેચીને તમને પૈસા આપું તેમ કહેતા કેતનભાઇ સુખાભાઈ પુજારા ઉશ્કેરાઈ જય મારીમારી તેમજ લોખંડના પાઇપ વડે શરીરે મુંડ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની સેલ્સમેનનો વ્યવસાય કરતા શૈલેષભાઈ અરવિંદભાઈ શાહ સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.