Taarak Mehta Ka Ooltah Chashmah ફેમ Mandar Chandwadkarના મોતની ઉડી અફવા, એક્ટરે વીડિયો દ્વારા કરવી પડી સ્પષ્ટતા
અત્યારસુધીમાં બોલિવુડ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સના મોતની ખોટી ખબર ફેલાઈ ચૂકી છે. હાલમાં મંદાર ચાંદવડકર (Mandar Chandwadkar) તેનો શિકાર બન્યો હતો, જે હાલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં (Taarak Mehta Ka Ooltah Chashmah) મી.ભીડેનું પાત્ર ભજવી રહ્યો છે. એક્ટરે તેના સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું હતું અને તે સ્વસ્થ હોવાની જાણકારી ફેન્સને આપી હતી.
- મોતની અફવા પર સ્પષ્ટતા કરતાં મંદાર ચાંદવડકર ઉર્ફે મિ.ભીડેએ ઈન્સ્ટાગ્રામ પર કર્યું લાઈવ
- જેણે પણ આ કાંડ કર્યો છે તેને વિનંતી છે કે આવી અફવા ન ફેલાવો: મંદાર ચાંદવડકર
- મંદાર ચાંદવડકરે કહ્યું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ કલાકારો ખુશ છે અને સ્વસ્થ છે’
સોશિયલ મીડિયા પર મોતની ખોટી ખબર ફેલાયા બાદ સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો (Taarak Mehta Ka Ooltah Chashmah) એક્ટર મંદાર ચાંદવડકર (Mandar Chandwadkar) , જે આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવી રહ્યો છે, તેણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું. એક્ટરે જણાવ્યું હતું, જે પ્રકારના રિપોર્ટ્સ છે તેનાથી વિપરીત તે સ્વસ્થ છે સુખી છે. લાઈવ વીડિયોમાં એક્ટર કહી રહ્યો છે કે ‘કેમ છો બધા? હું પણ કામ પર જ છું. એક શખ્સે તેવા ન્યૂઝ ફોરવર્ડ કર્યા છે તે જોઈને બાકીના લોકોને ચિંતા ન થાય તે માટે હું ફટાફટ લાઈવ આવ્યો છું. ફેલાવવામાં સોશિયલ મીડિયા આગ કરતાં પણ ઝડપી છે. તેથી, તે વાતની પુષ્ટિ કરવા માગુ છું કે હું સારી રીતે શૂટિંગ કરી રહ્યો છું અને મજા આવી રહી છે’.

તેણે ઉમેર્યું હતું કે, ‘જેણે પણ આ કાંડ કર્યો છે તેને વિનંતી છે કે આવી અફવા ન ફેલાવો. ભગવાન તેમને સદબુદ્ધિ આપે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ કલાકારો ખુશ છે, સ્વસ્થ છે અને આનંદમાં છે, આગામી ઘણા વર્ષો સુધી અમે દર્શકોને મનોરંજન પૂરું પાડવાના છીએ. તેથી, પ્લીઝ ફરીથી વિનંતી છે કે આવી અફવા ન ફેલાવો. આભાર, ધન્યવાદ, નમસ્કાર’. આ સાથે કેપ્શનમાં લખ્યું છે ‘તે લોકો અફવા ફેલાવી રહ્યા છે તેમને તેમ ન કરવા માટેની વિનંતી છે’.
કોઈના મોતની ખોટી ખબર ફેલાઈ હોય તેવો મંદાર ચાંદવડકર પહેલો વ્યક્તિ નથી, આ પહેલા દિવ્યાંકા ત્રિપાઠી, મુકેશ ખન્ના, શ્વેતા તિવારી અને શિવાજી સતમ સહિતના કલાકારો તેનો ભોગ બની ચૂક્યા છે. જે બાદ તેમણે ઈન્ટરવ્યૂ તેમજ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સમાચાર ખોટા હોવા અંગે સ્પષ્ટતા કરવી પડી હતી
મંદાર ચાંદવડકરની વાત કરીએ તો, TMKOCમાં તેને એક સીધા-સાદા શિક્ષક તરીકે દેખાડવામાં આવ્યો છે, જે ઘરે ટ્યુશન ક્લાસ ચલાવે છે. જો કે, રિયલ લાઈફમાં એક્ટરની પર્સનાલિટી અલગ છે. સોશિયલ મીડિયા પર તે પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતો રહે છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ની વાત કરીએ તો, સીરિયલ હાલ તારક મહેતાનું પાત્ર ભજવી રહેલા શૈલેષ લોઢાના કારણે ચર્ચામાં છે. ઈટાઈમ્સ ટીવીની એક્સક્લુઝિવ માહિતી પ્રમાણે, શૈલેષ લોઢા એક મહિનાથી શૂટિંગ કરી રહ્યા નથી. તેમણે શો છોડવાનું મન બનાવી લીધું છે. એક્ટર શોમાં તેના કોન્ટ્રાક્ટથી ખુશ નથી આ સિવાય તેમની ડેટ્સનો પણ યોગ્ય ઉપયોગ ન થતો હોવાનું તેમને લાગે છે. શોની શરૂઆત થઈ ત્યારથી એક્ટર તેનો ભાગ છે.
Kangana Ranaut: કંગના રનૌતે કપિલ શર્માના શોમાં અનન્યા પાંડેની ઉડાવી મજાક