સાયલામાં ભુસ્તરશાસ્ત્રીશ્રીનાં અધ્યક્ષસ્થાને જિલ્લાના બ્લેકટ્રેપ એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ક્વોરી એસોસિએશનનાં સભ્યોની મીટીંગ મળી

Photo of author

By rohitbhai parmar

Sayla – સાયલામાં ભુસ્તરશાસ્ત્રીશ્રીનાં અધ્યક્ષસ્થાને જિલ્લાના બ્લેકટ્રેપ એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ક્વોરી એસોસિએશનનાં સભ્યોની મીટીંગ મળી

Google News Follow Us Link

સાયલામાં ભુસ્તરશાસ્ત્રીશ્રીનાં અધ્યક્ષસ્થાને જિલ્લાના બ્લેકટ્રેપ એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ક્વોરી એસોસિએશનનાં સભ્યોની મીટીંગ મળી

  • લીઝ માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવા અંગે માર્ગદર્શન અપાયું

સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા એ.પી.એમ.સી. માર્કેટનાં સભાખંડમાં ભુસ્તરશાસ્ત્રીશ્રીનાં અધ્યક્ષસ્થાને જિલ્લાના બ્લેક ટ્રેપ એસોસિએશનટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ક્વોરી એસોસિએશનનાં સભ્યોની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં સરકારશ્રીના ઠરાવ મુજબ ખાનગી માલિકીમાં 4 હેક્ટર સુધીની લીઝ હરાજી સિવાય મંજુર કરવા અંગે માહિતી આપવામાં આવી હતી.

આ માટે ઓનલાઇન પોર્ટલ સી.જી.એમ.ની વેબસાઈટ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી મિટિંગમાં હાજર તમામ સભ્યોને ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવા બાબતે માહિતી આપવામાં આવી હતી. તેમજ ખનીજમાં ચાલતા ઓવરલોડ વાહનોગેરકાયદેસર ખોદકામ અને વહનના કેસોમાં કડકાઈથી પગલા ભરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી.

વધુમાં નંબર પ્લેટતાલપત્રી બાંધ્યા વગરના વાહનો તેમજ ઓવરલોડ વહન કરતાં વાહનો ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. જો લીઝ ધારક કે સ્ટોક ધારક દ્વારા ઓવરલોડ ખનીજ ભરી આપવામાં આવ્યું હશે તો તેમને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના પણ આપવામાં આવી હતી.

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે નવનિર્મિત ચાર યાત્રી લિફ્ટનું કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાના હસ્તે લોકાર્પણ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link