સાયલાનું કંસાળા નાનાભાઈએ મોટાભાઈને માર્યો

Photo of author

By SOHAM 24 NEWS

સાયલાનું કંસાળા નાનાભાઈએ મોટાભાઈને માર્યો

  • નાના ભાઈના પત્નીને ઠપકો આપ્યો હતો.
  • ભાણેજએ લાકડીનો એક ઘા માથા પર મારતા ઈજા થઈ હતી.
સાયલાનું કંસાળા નાનાભાઈએ મોટાભાઈને માર્યો
સાયલાનું કંસાળા નાનાભાઈએ મોટાભાઈને માર્યો

સાયલાના કંસાળા ગામે રહેતા રણછોડભાઈ રામજીભાઈની દુકાન પાસે તેમના નાના ભાઈના પત્ની માયા પર લાજ કાઢ્યા વગર નીકળતા તેમને હું તમારો જેઠ થાઉં છું. તો પણ મારી લાજ કાઢતા નથી. કહી ઠપકો આપ્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને રાત્રે પોતાની દુકાને બેઠેલા રણછોડભાઈ પાસે તેમનો નાનો ભાઈ કરશન રામજીભાઈ ભાણેજ વેલજી ઉર્ફે વેલા ભીમાભાઈ આવેલ હતાં.

ખારવા ગામના મૃતક શિક્ષકના પરિવારને શિક્ષક ક્રેડિટ સોસાયટી દ્વારા રૂ.2.67 લાખનો ચેક અર્પણ કરાયો

કરશને કહ્યું હતું કે તું મારી પત્નીને શું કહેતો હતો તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો. અને એક ઝાપટ મારી દીધી હતી. ત્યારે જ સાથે રહેલા ભાણેજ વેલજીએ પોતાની પાસે રાખેલ લાકડીનો એક ઘા રણછોડભાઈને માથા પર મારતા ઈજા થઈ હતી. આ સમયે દેકારો થતા માણસો ભેગા થઈ જતા કરશન અને વેલજી નાસી છૂટ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ થતા પોલીસ તપાસ કરી રહી છે.

સુરેન્દ્રનગર કુંડળ ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું

વધુ સમાચાર માટે…