Sonam Kapoor Baby Shower: સોનમ કપૂરનું બેબી શાવરની લંડનમાં થઇ પાર્ટી, દાઢી- મૂછોમાં વ્યક્તિએ ગાયા ગીતો, VIRAL VIDEO
Sonam Kapoor Baby Shower: સોનમ કપૂર (Sonam Kapoor) એ હાલમાં બેબી શાવર થયું અને તેની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી હતી. આ શાવરમાં એક એવો વ્યક્તિ પહોચ્યો હતો જે રંગ- રૂપ અંગે લોકોને ટ્રોલ કરવાં લાગ્યા હતાં.
એક્ટ્રેસ સોનમ કપૂર (Sonam Kapoor) ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. તે દરરોજ બેબી બમ્પ સાથેની તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ બેબી શાવર (Sonam Kapoor Baby Shower) કર્યું હતું અને તે દરમિયાન અભિનેત્રીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં અભિનેત્રીનો લુક સાવ અલગ જ દેખાય છે.
બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરનું (Sonam Kapoor) ઘર ટૂંક સમયમાં ગુંજવા જઈ રહ્યું છે. હાલમાં જ સોનમ તેના પતિ આનંદ આહુજા સાથે બેબીમૂન વેકેશન મનાવીને ઘરે પરત ફરી છે અને અહીંથી પરત ફર્યા બાદ સોનમ કપૂરના બેબી શાવરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ પાર્ટીની તસવીરો હવે સોશિયલ મીડિયા પર તરવર થઈ રહી છે. આ સાથે જ ટૂંક સમયમાં માતા બનવાની સોનમ કપૂરના ચહેરામાં પણ ઘણો તફાવત જોવા મળ્યો છે.

સોનમ કપૂરનાં (Sonam Kapoor) બેબી શાવરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. સોનમના લંડનના ઘરે બેબી શાવર પાર્ટી (Sonam Kapoor Baby Shower) રાખવામાં આવી હતી. આ દરમિયાન સોનમ કપૂરની બહેન રિયા ત્યાં હાજર હતી અને તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બેબી શાવરની ઘણી તસવીરો શેર કરી છે. આ બેબી શાવરમાં સંગીતકાર લિયો કલ્યાણ પણ પહોંચ્યા હતા, જેનો લુક ઘણો ટ્રોલ થઈ રહ્યો છે. લોકો લિયોને તેના લુક માટે સોનમ સાથે ઉભેલા વિશે ઘણું કહી રહ્યા છે. લિયો કલ્યાણે સમારંભમાં આવેલા મહેમાનોનું તેમના પરફોર્મન્સથી ખુબજ મનોરંજન કર્યું હતું.
સોનમનું બેબી શાવર સુંદર હતું
સોનમ કપૂરના બેબી શાવરની જે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તેમાં જોઈ શકાય છે કે તેને કેટલી સુંદર રીતે સજાવવામાં આવી છે. રિયા કપૂરે આ બેબી શાવર સેરેમનીની દરેક સુંદર તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. રિયાએ એક નોટ પણ શેર કરી છે જેમાં મહેમાનોના નામની સાથે દરેક વિગતો શેર કરવામાં આવી છે. આ તસવીરો શેર કરતાં રિયા કપૂરે લખ્યું, ‘કેટલું સુંદર બેબી શાવર…’
Taarak Mehta Ka Ooltah Chashmahના મેકર્સની ચાલાકી દર્શકોએ પકડી પાડી, આપ્યું બે મહિનાનું અલ્ટિમેટમ