સુરેન્દ્રનગર મહિલા દિન નિમિત્તે નાની ઉંમરે વિધવા બનેલ બહેનોનું બહુમાન કરાયું
નિર્ધાર સંસ્થા દ્વારા મહિલાઓને સન્માનિત કરવામાં આવી
- સુરેન્દ્રનગરમાં નિર્ધાર સંસ્થા દ્વારા મહિલા દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
- આ પ્રસંગે ઉપસ્થિત મહિલા આગેવાનોએ મહિલા દિનનું મહત્વ સમજાવી મહિલા દિવસની ઉજવણી કરી હતી.

સુરેન્દ્રનગરમાં નિર્ધાર સંસ્થા દ્વારા મહિલા દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાની ઉંમરમાં વિધવા બનેલ બહેનોને સન્માનિત કરી પ્રેઝન્ટ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાનાં સ્થાપક રાજેશભાઈ રાવલ અને આનંદભાઈ રાવલ દ્વારા મહિલાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહિલા આગેવાનોએ મહિલા દિનનું મહત્વ સમજાવી મહિલા દિવસની ઉજવણી કરી હતી. યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.