Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટના આરોપીને હાજર થવા અંગેનું જાહેરનામું

Sessions Court – સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટના આરોપીને હાજર થવા અંગેનું જાહેરનામું

Google News Follow Us Link

સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટના જજશ્રી પી.એસ.ગઢવી દ્વારા તેમની કોર્ટમાં ચાલતા સેશન્સ કેસ નં.73/2021 ના કામે આરોપી નં.(2) રાજુભાઈ ઉર્ફે મેહુલ ફુલાભાઈ ઉર્ફે ભુરાભાઈ ચૌહાણ, રહેવાસી વાંકાનેર, નવાપરા પેટ્રોલપંપ પાસે ઝૂંપડામાં, જી.મોરબી ઉપર ક્રિ.પ્રો.કોડની કલમ-82 મુજબ આરોપીને હાજર થવા માટે જાહેરનામું ફરમાવવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે આરોપી નં.(2) રાજુભાઈ ઉર્ફે મેહુલ ફુલાભાઈ ઉર્ફે ભુરાભાઈ ચૌહાણએ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ-5(1)(ક)ના ભંગ બદલ કલમ-6(ક) તથા 10 હેઠળ શિક્ષાપાત્ર ગુનો કર્યો છે, અથવા કર્યો હોવાનો શક છે. અને તે ઉપરથી કાઢેલા ધરપકડ વોરંટ ઉપર એવો શેરો થઈને આવ્યો છે કે, સદરહું આરોપી વાંકાનેર, નવાપરા પેટ્રોલપંપ પાસે ઝૂંપડામાં, જી.મોરબી ખાતેથી મળી આવતો નથી, અને એવી ખાતરી કરાવવામાં આવી છે કે, આરોપી ફરાર થયેલ છે અથવા સદરહું વોરંટ પોતાના ઉપર બજે નહીં તે માટે સંતાતો ફરે છે.

આથી આ જાહેરનામું કાઢીને આરોપી નં.(2) રાજુભાઈ ઉર્ફે મેહુલ ફુલાભાઈ ઉર્ફે ભુરાભાઈ ચૌહાણએ સદરહું ફરિયાદનો જવાબ આપવા સારું જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિન-30માં સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટ સમક્ષ સવારના 10-30 કલાકે પોતાની જાતને સરન્ડર કરવા અથવા સેશન્સ જજ સમક્ષ હાજર થવા ફરમાવવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ મકવાણાએ અંજીરની ખેતી શરૂ કરી નવો ચીલો ચાતરતા

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version