સુરેન્દ્રનગર વઢવાણ નવા દરવાજા પાસે પૈસાની લેતીદેતી મામલે હુમલો, પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
- વઢવાણ વિસ્તારના નવા દરવાજા પાસે પૈસા દેવાની ના પાડતાં ઉશ્કેરાયેલા હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ.
- બંને ઈસમોએ ઉશ્કેરાઇ જઇને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
વઢવાણ વિસ્તારના નવા દરવાજા પાસે પૈસા દેવાની ના પાડતાં ઉશ્કેરાયેલા હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ. વઢવાણ નવા દરવાજા પાસે પૈસા દેવાની ના પાડતાં બે ઈસમોએ ઉશ્કેરાઇ જઇને હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની તારીખ 0૩ જૂનને રાત્રીના સમયે પોલીસ ફરીયાદ થવા પામી છે.
આ બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ય માહિતી મુજબ ફરિયાદી પાસે ઈસમોએ ઉછીના પૈસા માંગ્યા હતા ત્યારે પૈસા દેવાની ના પાડતા બંને ઈસમોએ ઉશ્કેરાઇ જઇને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ થવા પામી છે.
વઢવાણ સુરેન્દ્રનગર આનંદનગરમાં આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો, 500થી વધુ લોકોએ લાભ લીધો
આ બનાવની સમીરભાઈ ઈકબાલભાઈ મિરઝાએ વઢવાણ કાસબા શેરીમાં રહેતા રાહીલભાઈ ઉર્ફે મોન્ટુ અસલામખાન પઠાણ અને માહીરભાઈ ઉર્ફે અસલામખાન પઠાણ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ કાઠિયા ચલાવી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ કાર્યલય ખાતે નવનિયુક્ત મહિલા હોદ્દેદારોને આવકારતો કાર્યક્રમ યોજાયો