વઢવાણ સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ કાર્યલય ખાતે નવનિયુક્ત મહિલા હોદ્દેદારોને આવકારતો કાર્યક્રમ યોજાયો
- સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ કાર્યલય ખાતે નવનિયુક્ત મહિલા હોદ્દેદારોને આવકારતો કાર્યક્રમ યોજાયો.
સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ કાર્યલય ખાતે નવનિયુક્ત મહિલા હોદ્દેદારોને આવકારતો કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે શુભેચ્છા આપતો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં સુરેન્દ્રનગર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ હેતલબેન જાની અને મહામંત્રી રમીલાબેન મકવાણા તેમજ કંચનબેન ઝાલાની વરણી થતાં નવનિયુક્ત હોદ્દેદારોનો પ્રથમ પ્રવાસ સંદર્ભે શુભેચ્છા આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
સુરેન્દ્રનગર વઢવાણ GIDCનો બેઠો કોઝવે બિસ્માર બનતા અકસ્માતનો ભય, સમારકામ બાબતે રજૂઆત
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણાની ઉપસ્થિતિમાં નવનિયુક્ત હોદ્દેદારોને આવકારી શુભેચ્છા આપવામાં આવી હતી.
આ ઉપરાંત સુરેન્દ્રનગર વઢવાણ શહેર તેમજ વઢવાણ ગ્રામ્ય વિસ્તારની મહિલા મોરચાની ટીમે પણ ઉપસ્થિત રહીને હોદ્દેદારોને ફૂલનો હાર પહેરાવી તેમજ પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા.
વઢવાણ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં રસી લેવામાં ભીડ થતાં પોલીસ દોડી જઈ કામગીરી કરી