રસીનો બીજો ડોઝ લીધા બાદ તલાટીનું શંકાસ્પદ મોત

Photo of author

By SOHAM 24 NEWS

રસીનો બીજો ડોઝ લીધા બાદ તલાટીનું શંકાસ્પદ મોત

  • 15 માર્ચે વેક્સિનનો બીજો ડોઝ મૂળી હૉસ્પિટલમાં લીધા બાદ બીજા દિવસે સામાન્ય તાવ આવ્યો હતો.
  • જ્યાં ગુરુવારે મોડી સાંજે મૃત્યુ થતાં પરિવાર, કર્મચારીઓ અને મિત્ર વર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
રસીનો બીજો ડોઝ લીધા બાદ તલાટીનું શંકાસ્પદ મોત
રસીનો બીજો ડોઝ લીધા બાદ તલાટીનું શંકાસ્પદ મોત

મૂળી તાલુકાના કળમાદ ગામના તલાટી મૂળ ખંભલાવના અને હાલ સુરેન્દ્રનગર રહેતા જયદીપસિંહ સુરસંગભાઇ પરમારે 15 માર્ચે વેક્સિનનો બીજો ડોઝ મૂળી હૉસ્પિટલમાં લીધા બાદ બીજા દિવસે સામાન્ય તાવ આવ્યો હતો. બાદમાં તેમને સુરેન્દ્રનગરની ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ગુરુવારે મોડી સાંજે મૃત્યુ થતાં પરિવાર, કર્મચારીઓ અને મિત્ર વર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

થાનગઢ જામવાડી વિસ્તારમાં વીજ શોકથી પશુનું મોત નિપજયુ, જીવદયા પ્રેમીઓમાં અરેરાટી

કોરોના રસી લીધા બાદ કોરોના નહીં થાય એવી માન્યતા ઘણા લોકોની છે. પરંતુ આ માન્યતા ખોટી છે. કારણ કે રસી લીધા પછી પણ 14 દિવસ સુધી માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને વારંવાર હાથ ધોવા ફરજિયાત છે. રસી લીધા બાદ જો આ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો કોઇપણ વ્યક્તિને કોરોના થઇ શકે છે. રસીની બંને ડોઝ લીધા બાદ શરીરમાં એન્ટીબોડી બને છે. જેથી કોરોના સામે રક્ષણ મળે છે. પરિણામે ચેપ લાગવાની શક્યતાઓ ઘટી જાય છે. પરંતુ કોરોના ન જ થાય તેવું માનવું ભૂલ ભરેલું છે. જોકે રસી લીધી હોય તો ચેપની અસર ઓછી થઇ શકે છે.

વધુ સમાચાર માટે…

કોરોના મહામારીના સમયમાં પણ રૂ.93 કરોડનો નફો કરતી રાજ બેંક