કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, તેલ પછી ખાંડ થશે સસ્તી; નિકાસ પર લગાવી રોક
વધતી મોંઘવારીની વચ્ચે ઘઉંની નિકાસ પર રોક લગાવ્યા બાદ કેન્દ્ર સરકારે હવે ખાંડને લઈને પણ મોટો નિર્ણય કર્યો છે. સરકારે એક જૂનથી ખાંડની નિકાસ પર રોક લગાવી દીધી છે. ખાંડના વધી રહેલા ભાવને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કે જેથી દેશમાં ખાંડનો પુરતો પુરવઠો જળવાઈ રહે. ખાંડની નિકાસ પર રોકનો નિર્ણય 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. સરકારના આ નિર્ણયને લઈને પહેલાથી જ અટકળો લગાવાઈ રહી હતી કે જે રીતે ખાંડના ભાવ વધી રહ્યા છે તેને જોતા સરકાર ખાંડની નિકાસ પર રોક લગાવી શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે 30 સપ્ટેમ્બર 2022ના અંત સુધીમાં ખાંડનો ક્લોઝિંગ સ્ટોક 60થી 65 એલએમટી સુધી જળવાઈ શકે છે. જેના કારણે જ સરકારે આ કડક નિર્ણય લેવો પડ્યો છે. સરકાર પોતાની પાસે બેથી ત્રણ મહિનાનો વધારાનો સ્ટોક રાખવા ઈચ્છે છે. જેથી દેશમાં વધી રહેલી ડિમાન્ડને પૂરી કરી શકાય.. હાલમાં દેશના જુદા જુદા ભાગોમાં ખાંડની છૂટક કિંમત 36થી 44 રૂપિયા પ્રતિ કિલો છે.
સરળ શબ્દોમાં કહીએ તો આ વખતે સરકાર ઓછામાં ઓછા બેથી ત્રણ મહિનાનો વધારાનો ખાંડનો સ્ટોક પોતાની પાસે રાખવા માંગે છે જેથી કરીને દેશના લોકોની વધતી જતી માંગને સંતોષી શકાય. જો કે, આંકડા દર્શાવે છે કે દેશમાં ખાંડની મોટા પ્રમાણમાં નિકાસ કરવામાં આવી છે. ગયા વર્ષે 60 LMT સુધી ખાંડની નિકાસ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં 70 LMT ખાંડની નિકાસ કરવામાં આવી હતી. તેવી જ રીતે, આ વર્ષે પણ સુગર મિલમાંથી 82 એલએમટી ખાંડ નિકાસ માટે મોકલવામાં આવી છે, જ્યારે 78 એલએમટી પણ નિકાસ કરવામાં આવી છે. આ વર્ષની ખાંડની નિકાસ અત્યાર સુધીની સૌથી વધુ હોવાનું માનવામાં આવે છે.
વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડતાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત
ખાંડનું કેટલું ઉત્પાદન, શું ભાવ?
ખાંડના ભાવની વાત કરીએ તો હાલમાં જથ્થાબંધ બજારમાં તેનો ભાવ 3150 થી 3500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યો છે. બીજી તરફ, જો તમે છૂટક કિંમત પર નજર નાખો, તો દેશના વિવિધ ભાગોમાં તેનો દર 36 થી 44 રૂપિયા સુધી ચાલી રહ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી તેના ઉત્પાદનમાં ખાંડની નિકાસ પર નજર રાખી રહી છે. આવી સ્થિતિમાં દેશના લોકોને પ્રાથમિકતા આપીને નિકાસ પર કેટલાક નિયંત્રણો લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જો કે, સરકારે તેના આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે CXL અને TRQ હેઠળ યુરોપિયન યુનિયન અને અમેરિકામાં નિકાસ કરવામાં આવતી ખાંડ પર આ પ્રતિબંધ લાગુ થશે નહીં. આ વિસ્તારોમાં CXL અને TRQ હેઠળ ખાંડનો ચોક્કસ જથ્થો નિકાસ કરવામાં આવે છે. પરંતુ આ દેશો સિવાય અન્ય ક્યાંય ખાંડની નિકાસ કરવામાં આવતી નથી. 1 જૂનથી ભારતે ખાંડની નિકાસને પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી છે.
સરકારે સસ્તા તેલની ભેટ આપી
આ બધા સિવાય કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ પર મોટો નિર્ણય લીધો છે. 2 વર્ષથી સરકારે કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી છે. સોયાબીન અને સૂર્યમુખી તેલની આયાત પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે. કૃષિ અને મૂળભૂત ડ્યુટી અને વિકાસ ઉપકર પણ નાબૂદ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ક્રૂડ સોયાબીન ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલના બે નાણાકીય વર્ષ (2022-23, 2023-24) માટે દર વર્ષે 20 લાખ મેટ્રિક ટનની આયાત ડ્યુટી ફ્રી કરવામાં આવી છે. અગાઉ પેટ્રોલ-ડીઝલ અને એલપીજી સિલિન્ડરમાં સરકાર દ્વારા રાહત આપવામાં આવી હતી. કેન્દ્રએ પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી.
ફટકો : મોંઘવારીનો ડબલ ડોઝ : આ વર્ષે પણ મોંઘા થશે પ્રી પેડ પ્લાન, 12 ટકાની આસપાસ વધશે કિંમત