Site icon સોહમ 24 ન્યુઝ

પાટડી આદરીયાણા ગામે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ભાજપ પ્રમુખે સેવાકીય પ્રવૃત્તિની મુલાકાત લીધી

પાટડી આદરીયાણા ગામે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ભાજપ પ્રમુખે સેવાકીય પ્રવૃત્તિની મુલાકાત લીધી

પાટડી આદરીયાણા ગામે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ભાજપ પ્રમુખે સેવાકીય પ્રવૃત્તિની મુલાકાત લીધી

આદરીયાણા ગામે જિલ્લા ભાજપ પ્રમુખે કાર્યકરોની સેવાકીય પ્રવૃત્તિની મુલાકાત લઈને પ્રવૃત્તિને બિરદાવી. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાએ પાટડી તાલુકાની મુલાકાત લીધી હતી.

પાટડી તાલુકા યુવા મોરચા દ્વારા આદરીયાણા ગામે કોરોનાની મહામારીમાં પણ થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને મદદરૂપ થવાના ભાગરૂપે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

વઢવાણ સુરેન્દ્રનગર એન.ડી.આર. સ્કૂલ પાસે કુવામાં ખાબકેલ ગાયનું રેસ્કયુ કરી જીવ બચાવાયો

આથી કાર્યકરોનો ઉત્સાહ વધારવા તેઓને પ્રોત્સાહન પૂરું પાડવા જગદીશભાઈ મકવાણા કેમ્પ સ્થળે પહોંચ્યા હતા અને આ યોજાયેલ રક્તદાન કેમ્પમાં કાર્યકરોએ ઉત્સાહ દાખવીને 60 બોટલ રકત એકત્રિત કરીને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાની ભાવના દર્શાવી હતી.

આથી ભાવનાને જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાએ આવકાર આપીને પાટડી યુવા મોરચાના કાર્યકરોને સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગરમાં અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રસીકરણ જાગૃતિ અભિયાન હાથ ધરવાની માંગ કરાઈ

વધુ સમાચાર માટે…

Exit mobile version