સુરેન્દ્રનગર વાણંદ સમાજની દીકરીનો રાજ્યમાં પ્રથમ ક્રમ આવતા વાડીલાલ ચોક ખાતે વાણંદ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું
- સુરેન્દ્રનગર વાણંદ સમાજની દીકરીનો ધોરણ-10ની બોર્ડની પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ ક્રમાંક
સુરેન્દ્રનગર વાણંદ સમાજની દીકરી પ્રાચીનો ધોરણ-10ની બોર્ડની પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ ક્રમાંક આવતા વાડીલાલ ચોક ખાતે વાણંદ સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે ત્યારે તાજેતરમાં જ બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર શહેરની એસ.એન.વિદ્યાલયમાં અભ્યાસ કરતી દસાડીયા પ્રાચીબેન હરપાલભાઈનો રાજ્યમાં પ્રથમ ક્રમાંક આવ્યો છે. 99.99 PR સાથે રાજ્યમાં ટોપ લેવલે દસાડીયા પ્રાચીબેન હરપાલભાઈનો અભ્યાસમાં પ્રથમ ક્રમાંક આવ્યા છે.
જ્યારે આ મામલે વાણંદ સમાજના અગ્રણી દિલીપભાઈ,મહેશભાઈ તથા મુકેશભાઈ સહિતના આગેવાનો દ્વારા શહેરના વાડીલાલ ચોક ખાતે પોતાના સમાજની દીકરીનો રાજ્યમાં પ્રથમ ક્રમાંક આવતા દસાડીયા પ્રાચીબેન હરપાલભાઈનું સન્માન કરવામાં આવ્યું છે. સાથોસાથ તેમના પરિવારજનોને પણ સન્માન કરી અને આગામી દિવસોમાં દસાડીયા પ્રાચીબેનનું શિક્ષણ ખૂબ સારું બને અને આ જ રીતે સમાજ ક્ષેત્રથી લઈ અભ્યાસ ક્ષેત્રે પણ હરણફાળ ભરી અને સમાજને સતત ઉપયોગી બને તેવી માતાજીને પ્રાર્થના સાથે અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે.
જ્યારે ઉલ્લેખનીય છે કે, વાડીલાલ ચોક વિસ્તારમાં આ મામલે દસાડીયા પ્રાચીબેન હરપાલભાઇનું ભવ્ય સન્માન વાણંદ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું છે. સાથોસાથ પ્રાચીબેનનાં માતા-પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં દિકરીબા ખૂબ પ્રગતિ કરે જીવનમાં અને સમાજને ઉપયોગી બને તેવા કાર્યો પણ કરે અને અભ્યાસ ક્ષેત્રે પણ ખૂબ હોશિયાર બને અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવા અભિનંદન વાણંદ સમાજ દ્વારા આપવામાં આવ્યા છે.