થાનગઢનો પ્રકાશ પાસામાં પુરાયો
- જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા અસામાજિક તત્વો સામે પાસા-તડીપારની કાર્યવાહી કરાઇ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોની સલામતી જળવાઈ રહે એ માટે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા અસામાજિક તત્વો સામે પાસા-તડીપારની કાર્યવાહી કરાઇ રહી છે. ત્યારે થાનગઢમાં વીટકો પોટરી પાસે રહેતા પ્રકાશ લાલાજીભાઈ સોલંકી અલગ અલગ પ્રોહીબીશનના કેસોમાં સંડોવાયેલ હોવાથી તેની સામે પાસાની દરખાસ્ત કરી જિલ્લા કલેકટર સમક્ષ મૂકી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર પાસે દોડતી કારમાં આગ લાગતાં નાસભાગ મચી હતી
કલેક્ટરશ્રીએ પાસાની દરખાસ્તને મંજૂર કરી પ્રકાશ લાલાજીભાઇને પકડી લાજપોર(સુરત) જેલમાં મોકલી આપેલ હતો.
વઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાના પગલે અનેક મકાનોના છાપરા ઉડયા હતા