Chotila – ચોટીલા સુખપુરા વિસ્તારના લોકો વિવિધ પ્રશ્નોને લઈને નગરપાલિકાએ પહોંચીને હલ્લાબોલ કર્યો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના સુખપુરા વિસ્તારના લોકો વિવિધ પ્રશ્નોને લઈને નગરપાલિકાએ પહોંચીને હલ્લાબોલ કર્યો હતો. જેમાં ચોટીલા શહેર ઘણા સમયથી અલગ અલગ સમસ્યાથી ઘેરાયેલું છે, ત્યારે ફરી એકવાર સુખપરાના મહીલાઓ અને પુરુષો રજૂઆત કારવા નગરપાલિકાએ પહોંચ્યા હતા.અને ચોટીલા ચીફ ઓફિસરને પાણી, ગટર અને રોડ વિશે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં ચોટીલાના સુખપરામાં વર્ષો પહેલા ભૂગર્ભ ગટર તો થઈ છે, પણ હજી સુધી ભૂગર્ભ ગટરના કનેક્શન આપવામાં આવ્યા નથી. તે પણ એક સવાલ છે અને વર્ષોથી ભુગર્ભ ગટર શોભાના ગાઠીયા સમાન છે.જ્યારે ભુગર્ભ ગટરના કનેક્શન ન આપેલા હોવાથી બાથરૂમના પાણી રોડ ઉપર જવાથી શૌચાલય માટે મહિલાઓને દૂર સુધી જવું પડે છે, તેવા પણ પ્રશ્નોની રજૂઆત મહીલાઓ દ્વારા કરવામાં આવી હતી.
જ્યારે ઘરે ઘરે નળ કનેક્શન તો છે, પણ તેમાં પાણી આવતું નથી. આમ રોડ, ગટર અને પાણી ત્રણેય પ્રશ્નોથી સુખપરા ઘેરાયેલુ છે, તો દરેક પ્રશ્નનો હલ થાય તેવી ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. સુખપરના મહિલાઓએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાંથી ચૂંટાયેલા અને તેજ વિસ્તારમા રહેતા સભ્યને પણ અનેક વાર રજૂઆત કરવામાં આવી છે. પણ સભ્ય દ્વારા ઉદ્ધતાઇભર્યો જવાબ આપ્યો હતો.
આ ચુટાયેલા સભ્યએ કહ્યુ કે, બીજી વાર મત આપવા હોય તો આપજો, નહીંતર કાંઈ નહીં પણ મને રજૂઆત ન કરતા. આ સભ્યએ રજૂઆત ન સાંભળતા લોકોને ચોટીલા નગરપાલિકા સુધી ધક્કો કરવો પડ્યો હતો. આ અંગે ચીફ ઓફિસરને પૂછતા તેમને જણાવ્યું હતું કે, તેમની રજૂઆત સાંભળી અને સ્થળ ઉપર માણસો મોકલી તાત્કાલિક લોકોના પ્રશ્નો હલ થાય તેવા પ્રયાસો કરીશું.
Tagorebagh – સુરેન્દ્રનગરમાં ટાગોરબાગ મુખ્ય માર્ગ પર પાલિકા સંચાલિત શૌચાલયને ખંભાતી તાળા