આ રીતે બનાવો ગુજરાતીઓના પ્રિય ખમણ, બની જશે દિવસ
ગુજરાતીઓને ખાવાનાના શોખીન માનવામાં આવે છે. જો તમે પણ સવારમાં ખાસ નાસ્તો ઘરે બનાવવા ઈચ્છો છો તો તમે ખમણની થાળીને મિનિટોમાં તૈયાર કરી શકો છો.
- બ્રેકફાસ્ટમાં કરો ખાસ નાસ્તાની તૈયારી
- આ રીતે ઘરે બનાવો ટેસ્ટી ખમણ
- જાણો ક્યારે ઉમેરશો ઈનો
ગુજરાતીઓને ખાવાનાના શોખીન માનવામાં આવે છે. જો તમે પણ સવારમાં ખાસ નાસ્તો ઘરે બનાવવા ઈચ્છો છો તો તમે ખમણની થાળીને મિનિટોમાં તૈયાર કરી શકો છો. આ એક હેલ્ધી નાસ્તો માનવામાં આવે છે. જો તમે તેને ખાસ ટ્રિક સાથે બનાવશો તો તમે બહાર જેવા ટેસ્ટી ખમણ ફટાફટ બનાવી શકો છો. તો જાણો ખાસ ટ્રિક.
ખીરું બનાવવાની સામગ્રી –
11/2 કપ બેસન
3/4 કપ પાણી કે જરૂર પ્રમાણે
3/4 ચમચી લીંબુના ફુલ
3/4 ચમચી મીઠું
1 નાની ચમચી સાદો ઈનો
વઘાર કરવા માટે –
3 ચમચી તેલ
1 ચમચી રાઇ
4 લાંબા સમારેલા લીલા મરચા
7-8 નંગ મીઠા લીમડાના પાન
1/2 કપ પાણી
1/4 કપ ખાંડ
ચપટી મીઠું
રીત :
સૌથી પહેલા બેસનને ચાળીને તૈયાર કરી લો. હવે ખીરું બનાવવા માટે લોટને એક તપેલીમાં લઇ લો એમાં લીંબુના ફુલ અને મીઠું ઉમેરો. તેને સતત હલાવતા રહો જેથી તેમાં ગટ્ઠા ન પડે. આ સમયે મિક્સ કરેલી વસ્તુઓ ઓગળી જાય તેનું પણ ધ્યાન રાખો. બેટરને મીડિયમ ઘટ્ટ રાખો.
હવે એક થાળી તૈયાર કરો અને તેની પર તેલથી ગ્રીસિંગ કરી લો. હવે તૈયાર મિશ્રણમાં ઈનો મિક્સ કરીને તેને ફરીથી હલાવો. તમે જોશો કે મિશ્રણ થોડું ફૂલી જશે. હવે તેને તરત જ ગ્રીસ કરેલી થાળીમાં પાથરી લો. હવે એક ઊંડા વાસણમાં પાણી ગરમ મૂકો. તે ઉકળી જાય એટલે તેમાં સ્ટેન્ડ કે વાટકો મૂકીને તેની પર આ ખીરાની થાળી મૂકી દો. ઉપરથી થાળી કે ઢાંકણું ઢાંકો. તેને 10-15 મિનિટ માટે આમ જ રહેવા દો. આ પછી તમે ટૂથપિકની મદદથી ચેક કરો કે તમારા ખમણ થયા છે કે નહીં. જો તે થઈ ગયા હોય તો તેને બહાર કાઢી લો. હવે તમે તેની પર વઘાર રેડો.
સ્ટફ્ડ ભીંડાને એક અલગ રીતે બનાવો, જે બપોરના ભોજનથી લઈને રાત્રિભોજન સુધી શ્રેષ્ઠ છે
આ રીતે તૈયાર કરો વઘાર
વઘાર તૈયાર કરવા માટે એક કડાઈ કે વઘારિયામાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં તરત જ રાઇ ઉમેરો. તે તતડે એટલે ગેસ ધીમો કરી એમાં લીલા મરચા અને લીમડો ઉમેરો. તમે ઈચ્છો તો અહીં તેમાં તલ ઉમેરી શકો છો. પછી એમાં પાણી નાંખો સાથે જ ખાંડ અને મીઠું ઉમેરી આને 5 મિનિટ ઉકળવા દો. હવે તેને ખમણ પર પાથરો. તેનાથી તમારા ખમણ વધારે ફૂલશે.
ચોક્કસથી કરો આ કામ
તેનુ ખીરુ બનાવતી વખતે તેમાં થોડુ તેલ જરૂર નાંખો. તેમાં ઈનો છેક છેલ્લે જ નાંખો. બેટર થોડું ફૂલે ત્યાં સુધી તેને બરાબર હલાવો. આ બેટરમાંથી તરત જ થાળી ઉતારો. જો ખીરું પડ્યું રહેશે તો તમે તેની મજા માણી શકશો નહીં.
24 Carat Gold બર્ગર, કિંમત છે 1000 રૂપિયા પરંતુ તમે મફતમાં ખાઈ શકો છો…જાણો કેવી રીતે