ફિનાઈલ પી ને મરી જવાની ધમકી આપનાર સહિત
બે સામે ટ્રાફિક પીએસઆઇ ફરિયાદ નોંધાવી
- પોલીસની વર્દી ઉતારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
- ઈસમે ફિનાઈલ પી ને મરી જવાની ધમકી
સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ટ્રાફિક પીએસઆઇ ચંદ્રિકાબેન એરવાડીયા બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં ફરિયાદમાં જાહેર થયા મુજબ જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ તેમજ મોઢા ઉપર માસ્ક પહેરેલ ન હોય આથી માસ્ક બાંધવાનું તથા નારી સાઈડમાં લેવાનું કહેતા ઉશ્કેરાયેલા ઈસમે ફિનાઈલ પી ને મરી જવાની તથા પોલીસની વર્દી ઉતારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની કૈલાશભાઈ વિરમગામ અને આશાબેન વિરમગામી સામે પોલીસ ફરિયાદ નોંધાતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારધી ચલાવી રહ્યા છે.
-A.P : રોપોર્ટ